Mehsana: મહેસાણા જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ, બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી હાહાકાર, જુઓ જિલ્લાના આંકડા....
મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર, બહુચરાજીમાં સૌથી વધુ તોફાની બેટિંગ કરતાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ આંકડા.....
Mehsana: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. અહીં મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર, બહુચરાજીમાં સૌથી વધુ તોફાની બેટિંગ કરતાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ આંકડા.....
બહુચરાજી 7 ઇંચ વરસાદ
ઊંઝા - 05 મીમી વરસાદ
કડી - 37 મીમી વરસાદ
ખેરાલુ - 8 મીમી વરસાદ
જોટાણા - 84 મીમી વરસાદ
બહુચરાજી - 172 મીમી વરસાદ
મહેસાણા - 41 મીમી વરસાદ
વડનગર - 35 મીમી વરસાદ
વિજાપુર - 29 મીમી વરસાદ
વિસનગર - 65 મીમી વરસાદ
સતલાસણા - 15 મીમી વરસાદ
જિલ્લમાં છેલ્લા 24 કલાકમાં કુલ 491 મીમી વરસાદ વરસ્યો
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 491 મીમી વરસાદ ખાબક્યો છે, આના કારણે અનેક ગામો બોટમાં ફેરવાઇ ગયા છે, મીઠા અને જોટાણા ગામમાં પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી છે, જ્યારે બહુચરાજીમાં 7 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે. ગત 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, જાણીએ ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,...સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.
24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
- સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ
- વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ
- જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ
- ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ
- ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ
- મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ
- જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
- નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ
- વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ
- માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ
- તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: