Patan : યુવતી ઘરે એકલી હતી ને ઘરમાં ઘૂસી આવેલા વિધર્મી યુવકે મારી દીધા છરીના ઘા, એક તરફી પ્રેમમાં કરી દીધો હુમલો
રાધનપુરના શેરગઢ ગામની યુવતી પર હુમલા મામલે મોટો ધડાકો થયો છે. એક તરફી પ્રેમમાં વિધર્મી યુવકે યુવતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
પાટણઃ રાધનપુરના શેરગઢ ગામની યુવતી પર હુમલા મામલે મોટો ધડાકો થયો છે. એક તરફી પ્રેમમાં વિધર્મી યુવકે યુવતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. વિધર્મી યુવક આસીમ બલોચ નામના ગામના જ ઈસમે ગઇ કાલે હુમલો કર્યો હતો. હુમલામાં યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. યુવતીને રાધનપુર હોસ્પિટલ અને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. શેરગઢ ગામમાં SOG LCB પોલીસ સહિતનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હુમલો કરનાર શખ્સને પણ થોડી ઇજા થઇ પોલીસની નજર હેઠળ હાલમાં સારવાર હેઠળ છે.
રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતી પર હુમલો કરનાર યુવકને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યો હતો. શેરગઢની યુવતી ઘરે એકલી હતી ત્યારે યાસીન માજીશા બલોચ નામનો યુવાન અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી કરી હતી. તેમજ તાબે ન થતાં છરીના ઘા મારી દીધા હતા. હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસ રહેતી મહિલાઓ યુવતીના ઘરે દોડી આવી હતી. આ પછી યુવતીના પરિવારના સભ્યોને ફોન કરતાં તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા.
બીજી તરફ યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ યાસીનને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને યુવકને જેલ હવાલે કરી દેવાયો હતો. પોલીસે હુમલખોર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Banaskantha : થરાદની સગીરાને સુરતના યુવક સાથે FB પર થયો પ્રેમ, ખેતરમાં માણી રહ્યા હતા શરીરસુખ ને પછી.....
બનાસકાંઠાઃ થરાદ પંથકની સગીરાને ફેસબુક ઉપર પ્રેમ થતા સુરતથી આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત બન્નેને જોઈ જતા ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે સગીરાની કડક પૂછપરછમાં દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી. થરાદ પોલીસે યુવક સામે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પંથકની સગીરાને ફેસબૂક પર સુરતના યુવક સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. દરમિયાન યુવક સગીર પ્રેમિકાને મળવા થરાદ પહોંચી ગયો હતો. અહીં તેણે ખેતરમાં સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, બંનેને ખેડૂત જોઈ ગયા હતા. આથી ખેડૂતો શાળાના શિક્ષકને જાણ કરી દીધી હતી.
આ અંગે શિક્ષકે સગીરાના પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેથી સગીરાની પૂછપરછ કરતાં તેણે મૂળ મધ્યપ્રદેશના અને સુરત રહેતા યુવક સાથે ફેસબૂક પર પરચિયત થયો હોવાનું જણાવ્યું હતું. બંનેએ મોબાઇલ નંબરની આપલે કરતાં વોટ્સએપ અને ફોનથી વાત શરૂ કરી હતી. જેથી બંનેને પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 19મી જાન્યુઆરીએ યુવક સગીરાને મળવા તેના ગામના પાટીયા પાસે આવી ગયો હતો.
આ પછી બંને નજીકના રાયડાના ખેતરમાં ગયા હતા અને અહીં વાતો કરી હતી. આ સમયે યુવકે સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, ખેતરવાળા ખેડૂત જોઈ જતાં સગીરા ત્યાંથી જતી રહી હતી, ત્યારે યુવક પકડાઇ ગયો હતો. આ પછી પરિવારે યુવક સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.