શોધખોળ કરો

PM Modi Gujarat: પીએમ મોદી 30મીએ મહેસાણાને આપશે 5941 કરોડના વિકાસકાર્યોની ભેટ, સાથે 7 જિલ્લાઓને મળશે લાભ

મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે.

ગાંધીનગર, 29 ઓક્ટોબર: 30 ઓક્ટોબર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગુજરાતમાં 5941 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.  
 
ડાભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 
 
રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વીરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય 5126 કરોડ રૂપિયા છે. 
 
જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો
મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ બન્ને પ્રકલ્પોનું કુલ મૂલ્ય 130 કરોડ છે. તે સિવાય મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ પ્રકલ્પનું મૂલ્ય 139 કરોડ રૂપિયા છે. 
 
પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો
પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું બનાસકાંઠામાં લોકાર્પણ કરવામાં આવશે અને મહેસાણામાં એક પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં પાલનપુર ગ્રુપ પેકેજ 1 (પાર્ટ-એ) અને પાલનપુર ગ્રુપ પેકેજ 2ના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણામાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ચાર પ્રકલ્પોનું કુલ મૂલ્ય 212 કરોડ રૂપિયા છે. 
 
માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યો
સાબરકાંઠામાં નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પનું મૂલ્ય 166 કરોડ રૂપિયા છે. 
 
શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો
શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. પાટણના સિદ્ધપુરમાં 13.50 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં 05.07 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય 168 કરોડ રૂપિયા છે. 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
સાવધાન! લાખો Android યૂઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, આ રીતે રહો સુરક્ષિત 
સાવધાન! લાખો Android યૂઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, આ રીતે રહો સુરક્ષિત 
'દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા', પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ 
'દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા', પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ 
Embed widget