શોધખોળ કરો

મહેસાણાઃ શિક્ષિકા સ્મિતાબેને કાર તળાવમાં ખાબકી તે પછી કોને કર્યો હતો ફોન ? ઘરેથી નિકળ્યાના 10 મિનિટમાં જ બની દુર્ઘટના ?

ગઈ કાલે વિપુલભાઈ, સ્મિતાબેન અને આનંદભાઈ કાર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સ્મિતાબેન કારમાં બેસીને નીકળ્યાના માત્ર 10 મિનિટ પછી પતિ શ્યામસુંદરને ફોન કર્યો હતો. તેમજ હેલો હેલો કરતા ફોન કટ થઈ ગયો હતો.

મહેસાણાઃ પાંચોટ ગામ પાસે કાર તળાવમાં પલટી મારતા એક શિક્ષિકા સહિત ત્રણ શિક્ષકોના મોત થયા છે. ગઈ કાલે મહેસાણાથી રાધનપુરના મોરવાડા ગામે નોકરી અર્થે જતાં દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં મહેસાણાના બાસણા ગામના વિપુલભાઈ ચૌધરી, મહેસાણાના સ્મિતાબેન ચૌધરી અને વિસનગરના આનંદભાઈ શ્રીમાળીના મોત નીપજ્યા હતા. ગઈ કાલે વિપુલભાઈ, સ્મિતાબેન અને આનંદભાઈ કાર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સ્મિતાબેન કારમાં બેસીને નીકળ્યાના માત્ર 10 મિનિટ પછી પતિ શ્યામસુંદરને ફોન કર્યો હતો. તેમજ હેલો હેલો કરતા ફોન કટ થઈ ગયો હતો. આ પછી પતિ શ્યામસુંદરે પત્ની સ્મિતાબેનને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફોન કવરેજ એરિયાની બહાર આવતો હતો. તેમજ થોડીવાર પછી ફોન સ્વિચ ઓફ આવતા તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. આથી પત્ની સ્મિતાબેન રાધનપુરથી વિષ્ણુભાઇ રાજપૂતની સાથે બીજી ગાડીમાં મોરવાડા જતાં હોઇ શ્યામસુંદરે 7.30 વાગે વિષ્ણુભાઇનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે સ્મિતાબેન પહોંચ્યા ન હોવાનું કહેતાં અઘટીત ઘટનાની આશંકા સાથે તેઓ ઘરેથી રાધનપુર તરફ જવા નીકળ્યા હતા. રસ્તામાં તેઓ જોતા જોતા જતા હતા, ત્યારે પાંચોટ પાસે તળાવમાં પડેલી કારમાંથી પત્નીની લાશ જોઇ હેબતાઇ ગયા હતા. સ્મિતાબેનનું અકસ્માતમાં મોત થતાં એવા સવાલો થઈ રહ્યા છે કે, ઘરેથી નીકળ્યાના 10 મિનિટ પછી જ અકસ્માત થયો હતો? એટલું જ નહીં, તેમણે કાર તળાવમાં ખાબકતા પતિને ફોન કર્યો હતો? વગેરે પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. આ અકસ્માતમાં સ્મિતાબેન ઉપરાંત મોતને ભેટેલા આનંદ શ્રીમાળી વિસનગર કાંસા એનએ સ્થિત શ્યામસુંદર સોસાયટીમાં રહેતા હતા અને તેમના હજુ ગત 10 ડિસેમ્બરના રોજ, હજુ 13 દિવસ પહેલા જ હિંમતનગરની યુવતી સાથે લગ્ન થયા હતા. હજુ મહેંદીનો રંગ પણ ગયો નહોતો ત્યાં પતિના નિધનથી યુવતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે દીકરાના મોતના સમાચાર સાંભળતા અને પુત્રવધૂના આક્રંદથી પરિવાર પણ ગમગીન થઈ ગયો હતો. ગઈ કાલે ત્રણ-ત્રણ શિક્ષકોના મોતને પગલે પાંચોટ ગામમાં ભારે હાહાકાર મચી ગયો હતો અને લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહેસાણા જિલ્લાના ત્રણ શિક્ષકો ગઈ કાલે વહેલી સવારે મહેસાણાથી પાટણના રાધનપુર તાલુકાના મોરવાડા ગામે નોકરી અર્થે જતા હતા ત્યારે મહેસાણાના પાંચોટ ગામ પાસે અચાનક કારે પલ્ટી મારતા કાર રોડની સાઇટમાં આવેલ તળાવમાં ખાબકી હતી, જેના કારણે એક શિક્ષિકા અને બે શિક્ષક એમ ત્રણ લોકોના મોત થયા છે. આ ત્રણેય શિક્ષકો સાથે પાટણના રાધનપુર તાલુકાનાં મોરવાડા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા. જેથી એક જ કારમાં ત્રણે સાથે જતાં મહેસાણાના પાંચોટ ગામ પાસે આચનક કાર પલટી હતી અને કાર રોડની બાજુમાં આવેલ તળાવમાં પડી હતી. જોકે, વહેલી સવારે બનેલ ઘટનાથી લોકો અજાણ હતા ત્યારે સવારે નવ વાગ્યાના સુમારે ગામ લોકોએ તળાવમાં પડેલ કાર જોતાં ગામ લોકોએ પોલીસને જાણ કરેલ ત્યારે પોલીસે કાર બહાર કાઢતા ત્રણેયની બોડી કારમાંથી મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Embed widget