શોધખોળ કરો
Advertisement
થરાદમાં કાજલ મહેરીયાએ ભીડ એકઠી કરતાં નોંધાઈ ફરિયાદ. જાણો કોના લગ્નના વરઘોડામાં ગઈ હતી ?
થરાદના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રના લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું.
થરાદઃ ગુજરાતી સિંગર કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. બનાસકાંઠાના થરાદમાં લગ્નપ્રસંગે ભીડ એકઠી કરવાના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધી છે. એટલું જ નહીં, પોલીસે લગ્ન આયોજક પિતા-પુત્રની અટકાયત કરી છે. નોંધનીય છે કે, થરાદના કેસર ગામમાં લગ્નપ્રસંગમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમ્યા હતા. કોરોના મહામારીમાં બનાવેલા નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. જેથી થરાદ પોલીસે વરરાજા, કાજલ સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, થરાદના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રના લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી ભીડ એકઠી થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં કાજલ મહેરિયા સામે આ બીજો ગુનો નોંધાયો છે. બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી.
મહેસાણાના વિસનગરમાં વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં કાજલ મહેરિયાના ગીતોના તાલે નાચતા જાનૈયાઓનો વીડિયો વાયરલ થયો હતો. વરઘોડામાં 100થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા પોલીસ ફરિયાદ થઈ હતી. કાજલ મહેરિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લગ્ન પ્રસંગનો વીડિયો મૂકાયો હતો.
આ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં કાજલ મહેરિયા ઉપરાંત 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હકિતમાં આ પ્રસંગ વાલમ ગામના હરજીભાઈ રબારીના દીકરીના લગ્ન પ્રસંગનો હતો. જોકે, આ વીડિયોના કારણે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion