Visnagar: વિસનગરમાં ખુલ્લી ગટરમાં પડી બે કિશોરી, એકનું મોત, લોકોમાં પ્રશાસન વિરુદ્ધ આક્રોશ
મહેસાણાના વિસનગરમાં પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે એક કિશોરીનું મોત થયું છે. વિસનગર પ્રશાસનની બેદરકારીને લઇને લોકોમાં રોષ છે
મહેસાણાઃ મહેસાણાના વિસનગરમાં પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે એક કિશોરીનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે બે કિશોરી ખુલ્લી ગટરમાં પડી ગઇ હતી. ધોરણ 8માં ભણતી કિશોરીઓ ગટરમાં ગરકાવ થતાં જ લોકોનું ટોળું ઉમટી પડ્યુ હતું. જેમાંથી એક કિશોરીને બચાવી લેવામાં આવી હતી જ્યારે એક કિશોરીનું મોત થયું હતું. વિસનગર પ્રશાસનની બેદરકારીને લઇને લોકોમાં રોષ છે. જો કે મીડિયાએ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મીડિયાને જોતાની સાથે જ ભાગ્યા હતા.
બાળકીને દાટી દેનાર નિષ્ઠુર માતા-પિતા મળી આવ્યાં
Himmatnagar : હિંમતનગરના ગાભોઈ ગામમા ખુદ મા’એ જન્મ આપીને નવજાત બાળકીને ખેતરમાં દફનાવી દીધી,પિતાએ પહેરો કરી ને કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખ્યું..ખેડૂતે દટાયેલો પગ જોતા જ જમીન ખોદતા રડતી બાળકી નિકળી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીનાં માતા પિતા મળી આવ્યાં છે. માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. અધૂરા માસે જન્મેલ બાળક, અને બાળકી જન્મી આ ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા આ ત્રણેય કારણોસર બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા - પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી તેમની ગુનો નોંધ્યો છે.
ખેતરમાં દાટી દીધી હતી બાળકી
રામ રાખે તેને કોણ ચાખે…આ વાત જાણે કે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ માં સાબિત થઈ છે. ખેતરમાં એક નવજાત બાળકના પગ જમીનમાં દટાયેલુ જેવુ ખેતર માલિકને નજર આવ્યુ હતુ. બાળકનો જમીનમાંથી પગ માત્ર જ બહાર દેખાઈ રહ્યો હતો અને જેને લઈ તેણે ત્યાં નજીક પહોંચીને જોયુ તો નવજાત દાટેલી હાલતમાં બાળકી હતી.
ખેડૂત પોતાના ખેતરમાં દટાયેલા પગને જોઈને ખેતરને અડકીને આવેલી વિજ તંત્રની કચેરીના કર્મચારીને જાણ કરી હતી. જેથી કર્મચારી દોડતો ખેતરમાં આવીને બાળકીના પગ વાળી જગ્યાને હાથ વડે ખોદીને બાળકીને બહાર નિકાળી હતી. બાળકી બહાર નિકાળી ખેડૂત અને અન્ય દોડી આવેલા લોકોના આશ્ચર્ય વચ્ચે રડવા લાગી હતી. આમ રડતી બાળકીના શરીર પર લાગેલ માટી હટાવી 108ની ટીમને બોલાવી હતી.