મહેસાણામાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર, મોઢેરા ચાર રસ્તા પાસેના અંડરપાસમાં ભરાયા પાણી
મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મહેસાણામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. મહેસાણા હાઇવે અને મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.
મહેસાણાના ગોપીનાળામાં પાણી ભરાયા હતા. મહેસાણા હાઇવે અને મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. મહેસાણા અંડરપાસ, ગોપી અને ભમરીયા નાળામાં પણ વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મોઢેરા અને રાધનપુર રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ પર બે કિલોમીટર સુધી પાણી ભરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં કડીમા સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. બહુચરાજી અને ઉંઝામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. વડનગરમાં સવા બે ઇંચ, જોટાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સતલાસણા અને વિસનગરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયા હતા.
જોટાણામાં પણ ત્રણ ઈંચ, વડનગર અને બહુચરાજીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠામાં પણ મેઘમહેર યથાવત છે. કાંકરેજ, ભાભર,સુઇગામ,દિયોદર,વાવ અને થરાદમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ભાભરમાં સાડા ચાર ઇંચ,સુઇગામ 4 ઇંચ, દિયોદર 3 ઈંચ, વાવ, થરાદમાં દોઢ ઇંચ અને દાંતીવાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મહાવીરનગર, મોતીપુરા, સિવિલ સર્કલ, ન્યાય મંદિર અને ટાવર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ હિંમતનગર પોસ્ટઓફિસથી ટાવર રોડ પર પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
WHO Alert Over Monkeypox: દુનિયામાં વધી રહ્યો છે મંકિપોક્સનો ખતરો, WHOએ વૈશ્વિક બીમારી જાહેર કરી
જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો, આ સમાચાર તમારા માટે મહત્વના છે
Nag Panchami 2022: નાગ પંચમી પર શિવ અને પાર્વતીની કૃપાનો બની રહ્યો છે અનોખો સંયોગ, કરો આ ઉપાય