શોધખોળ કરો

જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો, આ સમાચાર તમારા માટે મહત્વના છે

Surat News : સુરતના પુણા વિસ્તારમાં કાપડની ઓનલાઇન ખરીદી માટે વેબસાઈટમાં સારા ફોટા મૂકી હલકી ગુણવત્તાનો સમાન ડિલિવરી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Surat : જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો. લોભામણી જાહેરાત અને સારી ક્વોલીટીના ફોટા વેબસાઈટ પર અપલોડ કરી હલકી ગુણવત્તાનો સમાન ડિલિવરી કરતા હોવાનો કિસ્સો સુરતના પુણા વિસ્તારમાં સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં કાપડની ઓનલાઇન ખરીદી માટે વેબસાઈટમાં સારા ફોટા મૂકી હલકી ગુણવત્તાનો સમાન ડિલિવરી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે વેપારીની ધરપકડ કરી  પૂછપરછ કરતા તેને છેલ્લા 4 મહિનામાં 13 હજારથી વધુ પાર્સલ અલગ અલગ રાજ્યોમાં ડિલિવરી કર્યા હોવાની માહિતી મળી હતી. 

ઓનલાઇન માર્કેટિંગમાં ઠગ લોકો પણ સામેલ
હાલ સમગ્ર દેશ અને દુનિયામાં ઓનલાઈન માર્કેટિંગ ખૂબ વેગ પામી રહ્યું છે. કોઈ પણ ચીજવસ્તુ ઓનલાઇન મળી જાય છે. જોકે ઓનલાઇન માર્કેટિંગમાં ઠગ લોકો પણ સામેલ થયા છે. આવા લોકો પોતાની વેબસાઈટ પર સારી ક્વોલીટીના ફોટા અપલોડ કરે છે અને તેની કિંમત માર્કેટ ભાવથી ખૂબ ઓછી રાખે છે. જેનાથી ગ્રાહકો આકર્ષિત થઈ ઓર્ડર આપે છે. 

જોકે આ ઓર્ડરના રૂપિયા એડવાન્સમાં આપવા પડતા હોય છે. જેમાં ગ્રાહકને ડિલિવરી મળે ત્યારે ખૂબ જ હલકી ગુણવત્તાનો સામાન મળ્યો હોવાનું માલુમ થાય છે. 

સારા ફોટા દેખાડી હલકી ગુણવત્તાની સાડી પધરાવી દીધી 
આવી જ મોડસ ઓપરેન્ડી ધરાવતો વ્યક્તિ ઉદય પટેલ જે સારોલી ખાતે આવેલી રાજ ટેક્સટાઇલ ટાવરમા ફેબ અરાઈવલ નામની વેબસાઈટ પર ઘણા સમયથી ઓનલાઇન વ્યવસાય કરે છે. આ વેબસાઈટ પર સુધાકર શર્મા નામના વ્યક્તિએ ફોટા જોઈ 500 ગ્રામ વજનની કાંજીવરમની સાડી ઓર્ડર કરી હતી. જેની કિંમત 799 હતી.

જોકે પાર્સલ આવ્યા બાદ તેમણે માલુમ પડ્યું હતું કે, જે સાડી ઓર્ડર કરી છે તેના બદલે હલકી ગુણવત્તા તેમજ ઓછી લંબાઈની સાડી આવી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે અરજી કરી હતી. આ વાતની જાણ FOSTAA -  ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિએશનને થતા FOSTAA વતી ગોકુલચંદ બજાજે ફરિયાદ કરી હતી. 

ઉદય પટેલે કુલ 13000 પાર્સલ મોકલ્યા 
આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉદય પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે આરોપી વેપારી  ચાર મહિનાથી  આ વ્યવસાય કરે છે અને ગુજરાત તથા અન્ય રાજ્યમાં મળી કુલ 13000 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે જેની કિંમત અંદાજીત 1 કરોડથી વધુ  હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉદય વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા આરોપી પુણા પોલીસને સોંપ્યો હતો. જોકે આ સમગ્ર મામલે હવે પુણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget