World Consumer Rights Day 2023: વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ મનાવવાની શરૂઆત ક્યાં ઉદેશથી થઇ હતી, જાણો રોચક હકીકત
ગ્રાહકોને કાળા બજાર, વજન માપવામાં ગરબડ સહિતની અનેક પ્રકારની છેતરપિંડનો સામનો કરવો પડે છે. આ ગ્રાહક સુરક્ષા કાયદો તેની સામે રક્ષણ આપે છે.
World Consumer Rights Day 2023:ગ્રાહકોને કાળા બજાર, વજન માપવામાં ગરબડ, મનભાવે તેવી કિંમતની વસૂલી કરવી,સંગ્રહખોરી, ભેળસેળ, બિન-માનક માલનું વેચાણ, છેતરપિંડી, માલના વેચાણ પછી ગેરંટી કે વોરંટી હોવા છતાં પણ સેવા ન આપવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી આ સમસ્યાઓથી છુટકારો મેળવવા અને તેમને અધિકારો વિશે જાગૃત કરવા માટે, દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ અધિકાર દિવસનો ઇતિહાસ
ગ્રાહકના આંદોલનની શરૂઆત 1962માં 15 માર્ચે અમેરિકામાં થઇ હતી. જો કે 1983થી આ દિવસ 15 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં ઉપભોક્તા આંદોલનની શરૂઆત 1966માં થઇ હતી. ત્યારબાદ પૂનામાં 1974માં ગ્રાહક પંચાયતની સ્થાપના બાદ કેટલાક રાજ્યોમાં ગ્રાહક કલ્યાણ માટે સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું. આ રીતે ગ્રાહકના હિતોના રક્ષણ માટે આ ચળવળ આગળ વધી.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનો હેતુ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ મનાવવાનો ઉદેશ ઉપભોક્તને તેના અધિકાર માટે જાગૃત કરવાનો છે. જો ગ્રાહક સાથે કોઇ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તેને આ મામલે ફરિયાદ કરવાનો પુરેપુરો અધિકાર છે.
ગ્રાહક સુરક્ષા કાયદો શું છે?
ગ્રાહકોની સાથે અવારનાવર થતી છેતરપિંડીને રોકવા માટે અને ગ્રાહકના અધિકારોને વધુ મજબૂત કરવા માટે દેશમાં 20 જુલાઇ 2020માં ઉપભોક્તા સંરક્ષણ કાયદો 2019 કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટ 2019 લાગૂ કરવામાં આવ્યો,. જેમાં ગ્રાહકને કોઇપણ પ્રકારની છેતપિંડીથી બચાવવા માટેની જોગવાઇ છે.
ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઇ
ગ્રાહક સુરક્ષા કાયદામાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દરેક વ્યક્તિ ઉપભોક્ત છે. જેને કોઇ સર્વિસ કે વસ્તુના બદલે રૂપિયા ચૂકવ્યાં છે અથવા તો રકમ આપવાનું આશ્વાસન આપ્યું છે. આ સ્થિતિમાં કોઇપણ પ્રકારનું શોષણ અથવા ઉત્પીડનના સામે તે તેમનો અવાજ ઉઠાવી શકે છે અથવા તો ક્ષતિપૂર્તિની માંગણી કરી શકે છે. ખરીદી કરેલી વસ્તુનું ઉત્પાદન અથવા સેવામાં કમી અથવા તેના કારણે થતું નુકસાનના બદલાનું વળતર માંગવું તેની સામે રક્ષણ માંગવું તે દરેક ગ્રાહકનો અધિકાર છે.
Health Tips: હિમોગ્લોબિનની કમીમાં આ હેલ્ધી આદત કરી શકે છે કમાલ, આપને બસ કરવું પડશે આ કામ
જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોય છે તેમના શરીરમાં આયર્નની ઉણપ હોય છે અને પછી હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઘટી જાય છે. લાલ રક્તકણો પણ ઘટવા લાગે છે, આવા લોકોએ આ હેલ્ધી ટેવ અપનાવવી જોઈએ.
આમળા હિમોગ્લોબીનની માત્રામાં પણ વધારો કરે છે, તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે, તમે તમારા આહારમાં આમળાને પણ સામેલ કરી શકો છો.
ખંડના વાસણમાં ખોરાક રાંધો, જેના કારણે આયર્ન ખોરાકમાં ભરપૂર માત્રામાં જાય છે, તે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, આ રીતે રાંધવામાં આવેલો ખોરાક એનિમિયા દૂર કરવામાં પણ મદદ કરશે.
લાંબો સમય ભૂખ્યા ન રહો, જો તમે એકવાર મીલ લીધુ બાદ બહુ લાંબા સમય બાદ મીલ ન લો. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી આયર્નનું સંશ્લેષણ ઓછું થવા લાગે છે.આયર્નની ઉણપથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રામાં ઘટાડો થાય છે.
પાલક આયર્નના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે, શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા વધારવા માટે તમે દરરોજ પાલકનું સેવન પણ કરી શકો છો.તમે ઇચ્છો તો પાલકનો રસ પણ પી શકો છો.
ઘણીવાર લોકો કબજિયાતની ફરિયાદને કારણે પેટ સાફ કરવા માટે દવાઓ અને પાઉડરનો સહારો લે છે, પેટ સાફ કરવાની દવાઓનો ગેરલાભ એ છે કે, તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ સર્જે છે, આ દવાઓ આપણા આંતરડા માટે સારી નથી તે બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે.
અખરોટના સેવનથી હિમોગ્લોબિન પણ વધે છે, તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ મેગ્નેશિયમ ફાઈબર અને વિટામિન બી હોય છે અને આ બધી વસ્તુઓ બ્લડ સેલ્સ વધારે છે.
ટામેટાં ખાવાથી પણ શરીરમાં લોહીની ઉણપ સરળતાથી પૂરી થઈ શકે છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોપર જેવા પોષક તત્વો હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.