શોધખોળ કરો

Defamation Case Live Update: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી, 2024ની નહિ લડી શકે ચૂંટણી

મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં મળેલી સજા વિરુદ્ધ રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઇકોર્ટ ફગાવી છે. જાણો વધુ અપડેટ્સ

LIVE

Key Events
Defamation Case Live Update: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો,  ગુજરાત હાઈકોર્ટે  અરજી ફગાવી,  2024ની  નહિ લડી શકે ચૂંટણી

Background

Rahul Gandhi Defamation Case      મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં મળેલી સજા વિરુદ્ધ રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી છે.ક્રિમિનલ અપીલ ઝડપી ચલાવવા કોર્ટે નિર્દેશ કર્યો છે. હવે 2024ની ચૂંટણી કેવી રીતે લડવી તે રાહુલ માટે મોટો સવાલ છે.  ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત ન મળતા હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે .છે. જો કે ગુજરાત કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીને મોટા ઝટકો લાગ્યો છે. કારણ કે આ નિર્ણયથી રાહુલની સંસદની  સદસ્યતા પણ રદ જ રહેશે. જાણીએ શું છે સમગ્ર માનહાનિનો કેસ 

માનહાનિનો શું છે સમગ્ર કેસ

2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હો        છે?

આ નિવેદન પર ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સ્થાનિક કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો કે કોંગ્રેસના નેતાએ સમગ્ર મોદી સમુદાયને ચોર કહ્યા છે. આ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સાથે 15 હજારનો દંડ ફટકાર્યો હતો.

11:43 AM (IST)  •  07 Jul 2023

પૂર્ણશ મોદીએ હાઇકોર્ટના નિર્ણયને સ્વીકારતા હર્ષ વ્યક્ત કર્યો

મોદી અટકને લઇને રાહુલ ગાંધી પર થયેલા માનહાનિ કેસમાં ફેર વિચાર અરજીને કોર્ટે ફગાવતા રાહુલ ગાંધીની સજા યથાવત રહી છે. અરજીકર્તા ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ આ મામલે કોર્ટના ફેસલાને આવકાર્યો છે. 

11:40 AM (IST)  •  07 Jul 2023

માનહાનિ કેસમાં ક્યાં શું ઘટી ઘટના, જાણો

લોકસભા ચૂંટણી 2019 પહેલા 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' પર નિવેદન આપ્યું હતું. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 માર્ચે સરકારી બંગલો છોડવાની નોટિસ મળી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી, હાઈકોર્ટમાં તેના નિર્ણય પર ફેરર્વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અરજીને પણ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. 

11:35 AM (IST)  •  07 Jul 2023

બંને પક્ષે થઇ હતી આ દલીલો

રાહુલ ગાંધીની અપીલ પર હાઈકોર્ટમાં લાંબી ચર્ચા થઈ હતી. બે દિવસની સુનાવણીમાં રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગની તરફેણમાં ઘણી દલીલો રજૂ કરી હતી. તો બીજી તરફ આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી તરફે હાજર રહેલા વકીલોએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા સજા થયા બાદ પણ રાહુલ ગાંધીના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ કોર્ટમાં રાહત માંગી રહ્યા છે અને બહાર જાહેરમાં કહી રહ્યા છે કે હું કોઈપણ સજા ભોગવવા તૈયાર છું. બંને પક્ષોની તમામ દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ હેમંત એમ પ્રાચકે આદેશ માટે મામલો અનામત રાખ્યો હતો

11:32 AM (IST)  •  07 Jul 2023

ન્યાયપાલિકા પર ભરોસો, સુપ્રીમ દ્રાર ખખડાવીશું - અમિત ચાવડા

મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં ગયા હતા. માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019ની લોકસભા ચૂંટણી સંબંધિત નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી. રાહુલ ગાંધીએ CJM કોર્ટના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા. જોકે સજા બાદ અહીં પણ તેમની અપીલ અરજીને ફગાવવામાં આવતા હવે રાહુલ ગાંઘી મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, અમને ન્યાયપાલિક પર વિશ્વાસ છે અમે સુપ્રીમના દ્રાર ખખડાવીશું. આ લડત લાંબી ચાલશે. 

11:27 AM (IST)  •  07 Jul 2023

ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ શું કહ્યું

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલની અરજી કોર્ટે ફગાવી દેતા. રાહુલ ગાંધીની સજા યથાવત રહી છે. આ મામલે અરજીકર્તા ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સ્વીકાર્યો હતો અને કોર્ટના ફેસલા માટે સંતોષ વ્યકત કર્યો હતો. કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ ચુકાદો આવતા કોર્ટ સામે કોંગ્રેસના કાર્યકરો અને દિગ્ગજ નેતા એકઠા થયા  છે અને સરકાર વિરૂદ્ધ   સૂત્રોચ્ચાર કરી રહ્સા છે. તો બીજી તરફ દિલ્લી કોંગ્રેસેમાં પણ બેનરો સાથે કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget