International Yoga Day 2023: સુરતીઓએ અનોખી રીતે કરી યોગ દિવસની કરી ઉજવણી, સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
21મી આંતરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થઇ હતી. સુરતમાં 1 લાખ 25 હજાર લોકોએ સાામૂહિક યોગ સાધના કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
International Yoga Day 2023 આજે 9માં ઇન્ટરનેશનલ ડેની વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં સવા લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.
સુરત ખાતે 21મી જુન આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણી થઇ હતી. સુરતમાં યોગસત્રમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા, આ વર્ષે 1 લાખ 25 હજારથી વધુ લોકો યોગસત્રમાં જોડાઇને એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ સજ્યો છે. ગત વર્ષે 1 લાખ 5 હજાર લોકો યોગસત્રમાં જોડાયા હતા અને એક સાથે યોગ સાધના કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. પ્રાસંગિક સંબોધન કરતા તેમણે યોગનું જીવનમાં શું મહત્વ છે તે સમજાવ્યું હતું. રાજ્યમંત્રી હર્ષસંઘવીએ વેર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે સુરતીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ ભવ્ય કાર્યક્રમ સુરતના વાય જંક્શન ખાતે યોજાયો હતો, જ્યાં લગભગ 1.25 લાખ વ્યક્તિઓએ સામુહિક યોગ સાધના કરીને રેકોર્ડ સજ્યો હતો. જે આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઇવેન્ટ માટેનો ઉત્સાહ પહેલેથી જ સ્પષ્ટ દેખાયો હતો. સોમવાર સવાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે. વિશાળ ભીડને સમાવવા માટે, સ્થળને કાળજીપૂર્વક 135 બ્લોકમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, દરેક બ્લોકમાં લગભગ 1,000 સહભાગીઓ સમાવેશ કરવામા આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમની સહભાગિતા માટે અલગ બ્લોક્સ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં 42 ખાનગી શાળાઓના આશરે 20,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.વાય જંકશન બીઆરટીએસ માર્ગ, જ્યાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યા પહોંચવા માટે બસની વ્યવસ્થા પણ કરવામા આવી હતી. આ રેકોર્ડને નોંધવા માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડના 8 થી 10 પ્રતિનિધિઓની ટીમ સુરતમાં હાજર રહી હતી. જ્યા સવા લાખ લોકો એકઠા થવાના હતા અને કોઇ અસુવિધા ન ફેલાઇ માટે વહીવટીતંત્રે 2,500 સમર્પિત સ્વયંસેવકોની પણ તૈનાતી કરી હતી.દરેક સહભાગીને ગિનિસના પ્રતિનિધિઓ દ્વારા બેલ્ટ આપવામાં આવ્યા હતા અને બેલ્ટ પરનો બારકોડ સ્કેન કરવામાં આવ્યો હતો જેથી ગણતરી કરતી વખતે કોઇ ભૂલચૂકને સ્થાન ન રહે