શોધખોળ કરો
નવાઝ શરીફ વિરુદ્ધ મોટી રેલીથી ગભરાયા ચીનના રાજદૂત, ઈમરાન સાથે કરી મુલાકાત

ઈસ્લામાબાદ: બે દિવસ પહેલા પૂર્વ ક્રિકેટરથી નેતા બનેલા પાકિસ્તાન તહરીફ-એ-ઈંસાફ પાર્ટી (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાનની તરફથી પ્રધાનમંત્રી નવાઝ શરીફને એવું કહેવામાં આવ્યું કે તેઓ ડરી જાય. ઈમરાનના આ વીડિયોથી માત્ર નવાઝ અને તેની પાર્ટી જ નહીં પરંતુ અમુક એવા લોકો પણ છે જે ગભરાઈ ગયા. આ વાત અહીં એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે આ વીડિયોની વચ્ચે ચિંતિત પાકિસ્તાનમાં હાજર ચીનના રાજદૂત વેઈડોંગે ઈમરાનની સાથે બેઠક કરી પોતાની વાત રજૂ કરી હતી. પાકિસ્તાનના સૌથી વધુ અખબારોએ એવું છાપ્યું કે ઈમરાન ખાનની બેઠકમાં ચીનના રાજદૂતને એ વાતનો ભરોસો અપાવ્યો છે કે 2 નવેમ્બરે ‘ઑક્યૂપાય ઈસ્લામાબાદ’ નામથી થનાર નવાઝ શરીફ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ચીન તરફથી પાકિસ્તાનમાં કરવામાં આવેલા રોકાણ અને તેમાં પણ ખાસ કરીને 51 બિલિયન ડૉલરની રકમથી બનનાર ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને નિશાને બનાવવામાં આવશે નહીં.
વધુ વાંચો





















