Viral photo: આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ થયો છે વાયરલ,જાણો શું છે ઘટના
પિતા પોતાની દીકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ક્લિક કરાવવા માંગતા હતા, પરંતુ દીકરી ખુરશી પર બેસવા તૈયાર ન થઈ. ત્યારે પિતાના મનમાં આવો વિચાર આવ્યો, જેના જોઇને આપ ચોંકી જશો.
Viral photo: પિતા પોતાની દીકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ક્લિક કરાવવા માંગતા હતા, પરંતુ દીકરી ખુરશી પર બેસવા તૈયાર ન થઈ. ત્યારે પિતાના મનમાં આવો વિચાર આવ્યો, જેના જોઇને આપ ચોંકી જશો.
બાળકો ખૂબ જ ચંચળ હોય છે એમને કોઈ કામ કરાવવાનું કામ માતા-પિતા માટે મુશ્કેલ બની જાય છે. બાળકો હેરકટ્સ, ઇન્જેક્શન અને ફોટોગ્રાફ લેતી વખતે ખૂબ તોફાન કરે છે. કેટલાક બાળકો એવા હોય છે કે તેઓ રડવા લાગે છે. આવી સ્થિતિમાં માતા-પિતાને તેમના બાળકો સાથે કામ કરાવવા માટે ઘણી મથામણ કરવી પડે છે.
વાસ્તવમાં પિતા પોતાની પુત્રીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ક્લિક કરાવવા માંગતા હતા, પરંતુ પુત્રી ખુરશી પર બેસવા તૈયાર ન હતી. પાસપોર્ટ કર્મચારીએ કહ્યું કે જો તેનો ફોટો પડાવવો હશે તો ખુરશી પર બેસવું પડશે. જવાબમાં, પિતા કહે છે કે તે તેના ખોળામાંથી નીચે નહીં ઉતરે. ત્યારે પાસપોર્ટ કર્મચારીએ કહ્યું કે જો તમારે પાસપોર્ટ ફોટો જોઈતો હોય તો તમારે કોઈક ઉપાય શોધવો પડશે. જે બાદ પિતાએ કહ્યું કે 'એક વિચાર છે'.
પિતાના આઈડિયા વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. દીકરીનો પાસપોર્ટ ફોટો ક્લિક કરાવવા માટે પિતાએ સફેદ ચાદર લપેટી અને તેને ખોળામાં પકડીને પોતાની સાથે બેસાડી. ટ્વિટર પર આ સંબંધિત એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં પિતા સફેદ ચાદરમાં લપેટાયેલ અને તેના ખોળામાં પુત્રી જોવા મળે છે.
યુઝર્સે ટેકનિકની પ્રશંસા કરી
સોશિયલ મીડિયા યુઝર્સ પણ બાળકનો ફોટો પાડવાની આ ટેકનિકને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, 'બેબી ક્યુટ છે અને તમે ખૂબ હોશિયાર છો.' જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'જ્યારે મારો મોટો દીકરો નાનો હતો, ત્યારે તેને જમીન પર ચાદર પર સૂવડાવવામાં આવ્યો હતો.' અન્ય યુઝરે કહ્યું, 'આ સાચું છે. પાસપોર્ટ માટે મારા પુત્રનો ફોટો પણ બરાબર એ જ રીતે લેવામાં આવ્યો હતો