શોધખોળ કરો
મોદી સરકાર દેશના તમામ વિદ્યાર્થીઓને મફતમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન આપશે ? જાણો સરકારે શું કરી જાહેરાત ?
મોદી સરકારે આ દાવાને સદંતર ખોટો ગણાવ્યો છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા માટે અપીલ કરી છે.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે એન્ડ્રોઈજ સ્માર્ટફોન આપી રહી હોવાના મેસેજ વાયરલ થયા છે. આ મેસેજમાં દાવો કરાયો છે કે, કોરાના વાયરસના કહેરના કારણે તમામ સ્કૂલો અને કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અત્યંત ખરાબ અસર પડી છે. આ કારણે નરેન્દ્ર મોદી સરકાર દેશના તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે એન્ડ્રોઈજ સ્માર્ટફોન આપી રહી છે કે જેથી તમામ વિદ્યાર્થીઓ ઈન્ટરનેટની મદદથી પોતાના ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી શકે.
મોદી સરકારે આ દાવાને સદંતર ખોટો ગણાવ્યો છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા માટે અપીલ કરી છે. મોદી સરકારે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી ) મારફતે સ્પષ્ટતા કરી છે કે, નરેન્દ્ર મોદી સરકાર દેશના તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે એન્ડ્રોઈજ સ્માર્ટફોન આપી રહી છે એવો દાવો સાવ ખોટો છે. નરેન્દ્ર મોદી સરકાર દેશના તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે એન્ડ્રોઈજ સ્માર્ટફોન આપવાની કોઈ યોજના જાહેર કરી નથી તેથી લોકોએ આવી વાતોથી ભરમાવું નહીં.दावा: कोरोना वायरस के कारण स्कूल और कॉलेज बंद होने के कारण छात्रों की शिक्षा प्रभावित हुई है, इसलिए सरकार सभी छात्रों को मुफ्त एंड्रॉइड स्मार्टफोन दे रही है #PIBfactcheck: यह दावा फर्जी है, केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है. pic.twitter.com/LkFA2rMtSn
— PIB Fact Check (@PIBFactCheck) August 24, 2020
વધુ વાંચો




















