શોધખોળ કરો
કર્ણાટક: PM મોદીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, કહ્યું- હવે રાહુલ મને કાગળમાં જોયા વિના 15 મિનિટ બોલી બતાવે
![કર્ણાટક: PM મોદીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, કહ્યું- હવે રાહુલ મને કાગળમાં જોયા વિના 15 મિનિટ બોલી બતાવે pm modi address rally attack on rahul gandhi in Karnataka કર્ણાટક: PM મોદીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, કહ્યું- હવે રાહુલ મને કાગળમાં જોયા વિના 15 મિનિટ બોલી બતાવે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/01164044/narendra-modi-620x400.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કર્ણાટક: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. મંગળવારે સવારે પીએમ મોદીએ
ચામરાજનગરમાં રેલીને સંબોધન કર્યું. જેના બાદ તે હવે ઉડૂપી પહોંચ્યા છે. પીએમ મોદી આજે કુલ ત્રણ રેલીને સંબોધન કરશે. ચામારાજનગરમાં
પ્રથમ રેલીનમાં પીએમ મોદીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે રાહુલ ગાંધી
પોતાની વર્તમાન કર્ણાટક સરકારની ઉપલબ્ધિઓ પર તેની સામે 15 મિનિટ સુધી કોઈ પેપરમાં જોયા વગર 15 મિનિટ સુધી બોલી બતાવે.
પીએમ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધી હિંદી, ઈંગ્લિશ કે પોતાની માતૃભાષામાં બોલી શકે છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેની
સરકારે નિર્ધારિત સમયમાં દેશના 18500 ગામડામાં વીજળી પહોંચાડી પોતાનું વચન પૂરું કર્યું છે. કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી તેના
સવાલ પૂછવાની વાત કરે છે, પણ તેને ખબર હોવી જોઈએ કે, વર્ષ 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહએ જાહેરાત કરી હતી કે, વર્ષ
2009 સુધી દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડવામાં આવશે. આવું જ કંઈક સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું. પરંતુ તેઓ દેશમાં દરેક ગામમાં
વીજળી પહોંચાડવા પર સવાલ ઉઠાવી ગામડામાં વીજળી પહોંચાડનારા મજૂરોનું મજાક ઉડાવી રહ્યાં છે.
પીએમ મોદીએ વંશવાદ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે કે તેની સામે 15 મિનિટ સુધી નથી બોલી શકતા, કારણ કે રાહુલ
ગાંધી એક ‘નામદાર’ અને તેઓ એક ‘કામદાર’છે. તેઓ રાહુલ ગાંધી સામે બેસી પણ નથી શકતા.
જણાવી દઈએ કે, હાલમાંજ રાહુલ ગાંધીએ અનેક વખત પોતાના ભાષણોમાં પીએમ મોદી પર પ્રહારો કરી ચુક્યા છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ
ગાંધીએ પીએમ મોદીને તેની સામે 15 મિનિટ સુધી સતત બોલવાનો પડકાર આપ્યો હતો. હવે પીએમ મોદીએ કર્ણાટક રેલીમાં રાહુલ ગાંધી પર
વળતો પ્રહાર કરતા રાહુલ ગાંધીને તેની સામે લગાતાર 15 મિનિટ બોલવાનો પડકાર આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)