Pm Modi karnatak Visit LIVE : PM મોદીએ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને કર્યો સમર્પિત
Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Background
Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માંડ્યા અને હુબલી-ધારવાડ જિલ્લાની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, પીએમ તેમની એક દિવસની મુલાકાત દરમિયાન રાજ્યમાં લગભગ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
Pm Modi karnatak Visit LIVE :કર્ણાટકમાં PM મોદીનો રોડ શો, લોકોએ ફૂલોની વર્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના મૈસૂરમાં રૂ. 16,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં લગભગ 2 કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન હજારો લોકો જોવા મળ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલોની વર્ષા કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
#WATCH | PM Narendra Modi showered with flowers by BJP supporters and locals as he holds road show in Mandya, Karnataka
— ANI (@ANI) March 12, 2023
During his visit, PM will dedicate and lay foundation stone of projects worth around Rs. 16,000 crores
(Video source: DD) pic.twitter.com/K8hvPCgpRF
Pm Modi karnatak Visit LIVE :મૈસૂર- બેંગલુરૂ એક્સપ્રેસની વિશેષતા
- આ એક્સપ્રેસ વે પર ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં. 9000 કરોડ રૂપિયાના હાઇવેને છ લેન ખંડના રૂપે બનાવવામાં આવ્યો છે.
- હાઇ-સ્પીડ કોરિડોર બે ખંડમાં વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં નિદાઘટ્ટા અને મૈસુર વચ્ચે કુલ 61 કિમી અને બેંગલુરુ અને નિદાઘટ્ટા વચ્ચે 58 કિમીનો સમાવેશ થાય છે.
- હાઇવેમાં 8 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર, 42 નાના પુલ, 64 અંડરપાસ, 11 ઓવરપાસ, ચાર રોડ-ઓવર-બ્રિજ અને પાંચ બાયપાસ છે.
- કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ, ભારતમાલા પરિયોજના (BMP)ના ભાગ રૂપે બનેલ 119-km-એક્સેસપ્રેસ હાઇવે, કર્ણાટકના બે મહત્વપૂર્ણ શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને 75 મિનિટ કરશે.
- બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. ઉદ્ઘાટનની તૈયારીઓને લઈને અહીં અંતિમ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.





















