Christmas 2022: દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી, પીએમ મોદીથી લઈને જો બાઈડન અને પોપ ફ્રાન્સિસે પાઠવી શુભકામના
Christmas 2022: નાતાલના અવસર પર યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડને ક્રિસમસ ટ્રીને સજાવતો ફોટો શેર કર્યો છે.
Christmas 2022: સમગ્ર વિશ્વ આજે એટલે કે 25 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર ધામધુમથી ઉજવી રહ્યું છે. ભારતમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશવાસીઓને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી છે.
PM મોદીએ પાઠવી શુભકામના
દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ સમાજમાં આનંદની ભાવનાને આગળ વધારવાની વાત કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, મેરી ક્રિસમસ! આ ખાસ દિવસ આપણા સમાજમાં સંવાદિતા અને આનંદની ભાવનાને આગળ વધારશે. આપણે ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉમદા વિચારો અને સમાજની સેવા કરવા પર આપેલા ભારને યાદ કરીએ છીએ.
Merry Christmas! May this special day further the spirit of harmony and joy in our society. We recall the noble thoughts of Lord Christ and the emphasis on serving society.
— Narendra Modi (@narendramodi) December 25, 2022
બાઈડને ક્રિસમસ ટ્રી સજાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વિટ કરી લખ્યું મને અને મારી પત્ની જીલને ઉમ્મીદ છે કે દરેક લોકો રજાઓમાં પરિવાર અને દોસ્તો પાસે તહેવારની મજા માણી રહ્યા હશે. આ સમય દરમિયાન કોઈ પ્રિયજનને યાદ કરી રહેલા વ્યક્તિ માટે અમારા દિલમાં ખાસ જગ્યા રાખીએ છીએ. અમારા પરિવાર વતી તમને તથા તમારા પરિવારના સદસ્યોને ક્રિસમસ પર્વની શુભકામના પાઠવીએ છીએ. બાઈડને એક તસવીર પણ શેર કરી છે જેમાં તે ક્રિસમસ ટ્રીને સજાવતા જોવા મળી રહ્યા છે.
પોપ ફ્રાન્સિસે શુભકામના પાઠવી
પોપ ફ્રાન્સિસે ટ્વિટ કરીને લખ્યું આજે રાત્રે ભગવાન તમારી પાસે આવે છે કારણ કે તમે તેમના માટે મહત્વપૂર્ણ છો. જો તમે દોષ અને અયોગ્યતા માટે અપરાધભાવ અનુભવી રહ્યા છો જો તમે ન્યાય માટે ભૂખ્યા છો તો હું તમારી સાથે છું.
Tonight, God draws near to you because you are important to him. From the manger, as food for your life, He tells you: “If you feel consumed by events, if you are devoured by a sense of guilt and inadequacy, if you hunger for justice, I am with you. #Christmas
— Pope Francis (@Pontifex) December 24, 2022
જસ્ટિન ટ્રુડોએ વીડિયો મેસેજ શેર કર્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક વીડિયો સંદેશ ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું મેરી ક્રિસમસ! લાખો કેનેડિયનોની જેમ, મારો પરિવાર ક્રિસમસ ટ્રીની આસપાસ ભેગા થવા અને સાથે થોડો સમય પસાર કરવા ઉત્સુક છે. જેમ જેમ આપણે નવા વર્ષની રાહ જોઈ રહ્યા છીએ અમે તમને સુખ, આરોગ્ય, પ્રેમ અને શાંતિની પણ શુભેચ્છા પાઠવીએ છીએ.
As we come together under the twinkle of Christmas lights, we all take a moment to appreciate those who make our lives special. Watch Prime Minister Justin Trudeau’s message wishing everyone celebrating a #MerryChristmas: https://t.co/GP5qTzHO3M pic.twitter.com/rEDkFeRiiU
— CanadianPM (@CanadianPM) December 24, 2022
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો
ક્રિસમસની શુભકામના પાઠવતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું કે, આ આપવાનો દિવસ છે. તમારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો આ દિવસ છે. ઓસ્ટ્રેલિયાના લોકો માટે આ આસ્થાનો દિવસ છે. જો કે, એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ પોતાના લોકો સાથે આ દિવસની ઉજવણી કરી શકે. તેઓનું કામ જવાબદારીપૂર્વક કરવા બદલ હું તેમનો આભાર માનું છું.