PM Modi: ગ્લોબલ લીડર્સમાં PM મોદીનો દબદબો યથાવત, એકવાર ફરી લોકપ્રિયતાના મામલે યાદીમાં ટોચ પર, સર્વેનું તારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન મોદીનો ચાર્મ જોવા મળી રહ્યો છે.
PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન મોદીનો ચાર્મ જોવા મળી રહ્યો છે. મોર્નિંગ કન્સલ્ટનનો તાજેતરનો સર્વે આવું જ કહે છે. સર્વે અનુસાર વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં PM મોદીને 78 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે.
'મોર્નિંગ કન્સલ્ટ'નું આ રેટિંગ 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે. તેમનું અપ્રૂવલ રેટિંગ 68 ટકા છે. આ પછી ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ છે, જેની રેટિંગ 58% છે. ચોથા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે. મેલોનીનું રેટિંગ 52 ટકા છે.
છઠ્ઠા નંબર પર જો બિડેન
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે. આશ્ચર્યની વાત એ છે કે 'સુપર પાવર' યુએસ પ્રમુખ જો બાઇડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 40 ટકા છે. તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેનું રેટિંગ પણ 40 ટકા છે.
ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે. વિશ્વ નેતાઓમાં તેમનું રેટિંગ 30 ટકા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ યાદીમાં 11માં સ્થાને છે. તેનું રેટિંગ 29 ટકા છે.
સર્વે કેવી રીતે થાય છે, શું છે સેમ્પલ સાઈઝ?
Global Leader Approval: *Among all adults
— Morning Consult (@MorningConsult) February 2, 2023
Modi: 78%
López Obrador: 68%
Albanese: 58%
Meloni: 52%
Lula da Silva: 50%
Biden: 40%
Trudeau: 40%
Sánchez: 36%
Scholz: 32%
Sunak: 30%
Macron: 29%
Yoon: 23%
Kishida: 21%
*Updated 01/31/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/rxahbUCB0x
મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20,000 વૈશ્વિક ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે ગ્લોબલ લીડર વિશેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ 45,000 હજાર છે. બીજી તરફ, અન્ય દેશોના નમૂનાનું કદ 500 થી 5000 ની વચ્ચે છે. દરેક દેશમાં વય, લિંગ, પ્રદેશ અને કેટલાક દેશોમાં શિક્ષણના આધારે સર્વેક્ષણોને મહત્વ આપવામાં આવે છે. અમેરિકામાં જાતિ અને વંશીયતાના આધારે પણ સર્વે કરવામાં આવે છે.
BBC Documentary Row: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોકલી નોટિસ, સરકારના એક્શન પર કોર્ટે કહ્યુ- તેમ છતાં લોકો ડોક્યુમેન્ટરી જોઇ રહ્યા છે
BBC Documentary Ban: કોર્ટે આજે 2002ના ગુજરાત રમખાણો પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મામલે આજે એન રામ, મહુઆ મોઇત્રા, પ્રશાંત ભૂષણ અને એમએલ શર્માની અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત રમખાણોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે એપ્રિલમાં સુનાવણી થશે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની ખંડપીઠે વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, એડવોકેટ પ્રશાંત ભૂષણ અને એડવોકેટ એમએલ શર્માની અરજીઓ પર સુનાવણી કરી હતી. આ દરમિયાન અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંહે ટ્વિટર પરથી લિંક હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર કોર્ટે કહ્યું હતું કે અમે સરકારને આ સંબંધિત આદેશની ફાઇલ દાખલ કરવા માટે કહી રહ્યા છીએ.
જસ્ટિસ સંજીવ ખન્નાએ અરજીકર્તાઓના વકીલને સવાલ પૂછ્યો હતો કે તમે આ માટે હાઈકોર્ટમાં કેમ ન ગયા? સીયુ સિંહે કોર્ટને કહ્યું કે સરકારને આ પ્રકારની સત્તા આપતા કાયદાને પડકારની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના પર બેન્ચે કહ્યું હતું કે તે ઠીક છે, અમે નોટિસ જાહેર કરી રહ્યા છીએ. એપ્રિલમાં સુનાવણી થશે.
સીયુ સિંહે કોર્ટ પાસેથી વહેલી સુનાવણીની માંગ કરી હતી અને દલીલ કરી હતી કે ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ કરવા બદલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજી પર બેન્ચે કહ્યું કે આ એક અલગ મુદ્દો છે. લોકો હજુ પણ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા છે.
ડોક્યુમેન્ટરીનો વિવાદ શા માટે?
બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. બે ભાગની આ ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ રીલિઝ થતા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. જેમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટરીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ગુજરાત રમખાણો દરમિયાન કરવામાં આવેલા કેટલાક પાસાઓના તપાસ અહેવાલનો એક ભાગ છે.
ભારતમાં ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ, યુટ્યુબ વીડિયો અને તેને શેર કરતી ટ્વિટર લિંક્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુટ્યુબ વીડિયો અને ટ્વિટર પોસ્ટને હટાવવાના સરકારના નિર્ણયનો વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને સેન્સરશિપ ગણાવી હતી.