Delhi Congress Resolution: રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવા દિલ્હી કોંગ્રેસે કર્યું આ કામ...
દિલ્હી કોંગ્રેસે રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ સંભાળવા માટે અનુરોધ કર્યો છે.
Resolution to Make Rahul Gandhi Party President: દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Delhi Congress) અધ્યક્ષ અનિલ કુમારે કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસે રવિવારે સર્વ સંમત્તિથી એક ઠરાવ પસાર કર્યો છે અને રાહુલ ગાંધીને (Rahul Gandhi) ફરીથી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ સંભાળવા માટે અનુરોધ કર્યો છે. અનિલ કુમારે (Anil Kumar) કહ્યું કે, બે દિવસ માટે યોજાયેલ નવ સંકલ્પ શિબિરમાં આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.
દિલ્હી કોંગ્રેસ દ્વારા પસાર થયેલા આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં જેને પાર્ટી માટે "પડકારરૂપ સમય" કહેવામાં આવી રહ્યો છે તેવા સમયમાં માત્ર રાહુલ ગાંધી જેવા નેતા જ કોંગ્રેસને "મજબૂત" અને "ફરીથી જીવંત" કરી શકે છે. કુમારે કહ્યું, "રાજિન્દર નગર પેટાચૂંટણી માટેના કોંગ્રેસના ઉમેદવાર પ્રેમ લતાએ પણ નવ સંકલ્પ શિવિરમાં ભાગ લીધો હતો, અને એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો કે પાયાના સ્તરથી લઈને ટોચના નેતૃત્વ સુધીના કોંગ્રેસના કાર્યકરો તેમની જીત સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક લોકો પાસે જશે અને ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)નો પર્દાફાશ કરશે.
તેમણે કહ્યું કે, તે જોઈને આનંદ થાય છે કે ઘણા વરિષ્ઠ નેતાઓએ સ્વેચ્છાએ બૂથ ટેબલનું સંચાલન કરવા અને કોંગ્રેસના ઉમેદવાર માટે લોકોનું સમર્થન મેળવવા માટે કામ કર્યું છે. કુમાર ઉપરાંત, દિલ્હી કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, ભૂતપૂર્વ સાંસદો રમેશ કુમાર અને ઉદિત રાજ, દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાનો હારૂન યુસુફ, ડૉ. કિરણ વાલિયા અને નરેન્દ્ર નાથ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.