શોધખોળ કરો

Bengaluru Gang Rape: બેંગલુરુમાં બસની રાહ જોઇ રહેલી મહિલા પર સામૂહિક બળાત્કાર, એકની અટકાયત

Bengaluru Gang Rape: બેંગલુરુના કેઆર માર્કેટમાં બસની રાહ જોઈ રહેલી એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

Bengaluru Gang Rape: બેંગલુરુના કેઆર માર્કેટમાં બસની રાહ જોઈ રહેલી એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાના ઘરેણાં, રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પીડિતાએ સેન્ટ્રલ ડિવિઝનના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બેંગલુરુના કેઆર માર્કેટ વિસ્તારમાં ગોડાઉન સ્ટ્રીટ પાસે બની હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પીડિતા યેલહંકા વિસ્તારમાં જવા માટે બસની રાહ જોઈ રહી હતી. મહિલાએ આરોપીઓને તેના ગંતવ્ય સ્થાન પર જતી બસ વિશે પૂછ્યું હતું. તેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ પોતે સારા વ્યક્તિઓ હોવાનું કહ્યું હતુ. તેણીને કહ્યું કે તેઓ જાણે છે કે બસ ક્યાં રોકાશે અને તેણીને પોતાની સાથે લઈ ગયા હતા.

આરોપીઓ તેણીને ગોડાઉન સ્ટ્રીટ પર લઈ ગયા જ્યાં તેઓએ તેના પર જાતીય હુમલો કર્યો હતો. આ પછી આરોપીઓએ તેણીના ઘરેણાં, રોકડ રકમ અને મોબાઇલ ફોન લૂંટી લીધા અને ભાગી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે. આ ઘટના અંગે વધુ માહિતી હજુ સુધી બહાર આવી નથી.

દરમિયાન, ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "કર્ણાટક લૂંટારાઓ અને બળાત્કારીઓ માટે સ્વર્ગ બની ગયું છે."

પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, "કર્ણાટક એક સમયે તેની સંસ્કૃતિ, મૂલ્યો અને સુરક્ષા માટે જાણીતું હતું, હવે તે લૂંટ અને અત્યાચારના કેન્દ્ર તરીકે કુખ્યાત થઈ રહ્યું છે. બેંગલુરુમાં કેઆર માર્કેટ પાસે બસની રાહ જોઈ રહેલી એક મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. બળાત્કારની ઘટના અને લૂંટ એ ખૂબ જ ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ઘટના રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરે છે.

તેમણે કહ્યું કે બેંગલુરુ ગેંગરેપ કેસને અત્યંત ગંભીરતાથી લેવો જોઈએ. ગુનેગારોને પકડીને કડક સજા આપવી જોઈએ. તેમણે કહ્યું, "હત્યા, લૂંટફાટ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને બળાત્કારના કિસ્સાઓએ નાગરિક સમાજને નિરાશામાં મૂકી દીધો છે. જો આવી ઘટનાઓ ફરીથી બનતી રહેશે તો તેમાં કોઈ શંકા નથી કે લોકો ઉભા થશે અને આ સરકારને પાઠ ભણાવશે. ભાજપ કર્ણાટક રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષણ માટે લડવા માટે પ્રતિબદ્ધ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget