શોધખોળ કરો
સૌરાષ્ટ્રની લેડી ડોન સોનુનો ક્યો ખૂંખાર સાથી પંચમહાલમાંથી ઝડપાયો ? અમરેલી પોલીસનું ઓપરેશન, જાણો વિગત
લેડી ડોન સોનુ ડાંગરનો સાગરીત શૈલેષ ચાંદુ પંચમહાલ જિલ્લાના શિવરાજપુરથી પકડાતાં પોલીસે હાશકારો અનુભવ્યો છે.
![સૌરાષ્ટ્રની લેડી ડોન સોનુનો ક્યો ખૂંખાર સાથી પંચમહાલમાંથી ઝડપાયો ? અમરેલી પોલીસનું ઓપરેશન, જાણો વિગત Gangster Shailesh Chandu arrest by Amreli Police સૌરાષ્ટ્રની લેડી ડોન સોનુનો ક્યો ખૂંખાર સાથી પંચમહાલમાંથી ઝડપાયો ? અમરેલી પોલીસનું ઓપરેશન, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/18170706/Shailesh-Chandu.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલીઃ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પોલીસ તંત્રની ઊંઘ હરામ કરનાર કુખ્યાત આરોપી શૈલેષ ચાંદુ આખરે ઝડપાઈ ગયો છે. રાજ્યની 7 જિલ્લાઓની પોલીસને હંફાવતા શૈલેષ ચાંદુને અમરેલી એલ.સી.બી.એ પંચમાહલ જિલ્લામાંથી ઝડપી લીધો છે. લેડી ડોન સોનુ ડાંગરનો સાગરીત શૈલેષ ચાંદુ પંચમહાલ જિલ્લાના શિવરાજપુરથી પકડાતાં પોલીસે હાશકારો અનુભવ્યો છે. ચાંદુ સામે અમરેલી ઉપરાંત ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, પાટણ અમદાવાદ, અને સુરત સહિત 7 જિલ્લામાં ગુના નોંધાયેલા છે. આ સાત જિલ્લાની પોલીસની ઊંઘ હરામ કરી નાંખનારા લેડી ડોન સોનુ ડાંગરના સાગરીત શૈલેષ ચાંદુ સામે 17 ગુના નોંધાયેલા છે.
શૈલેષ ચાંદુ સામે ખૂન, ખૂનની કોશીશ, અપહરણ, સામાન્ય પ્રજાને ધાકધમકીઓ આપવી, ખંડણી ઉઘરાવવી, પઠાણી ઉઘરાણી કરવી, સ્થાવર મિલકતો પચાવવી પાડવી ગેરકાયદેસર હથિયારો રાખવાના આર્મ્સ એક્ટ, આંતર રાજ્ય તસ્કરી, અનઅધિકૃત વિસ્ફોટકો રાખવા, સરકારી જમીન પર દબાણ કરીને બાંધકામ કરવાના ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે.
આખા ગુજરાત રાજયમાં ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ ક્રાઈમ એક્ટ (ગુજકોક) હેઠળ બે જ વ્યકિતે સામે ગુના નોંધાયા છે તેમાં એક શૌલેષ ચાંદુ છે. સૌરાષ્ટ્રના સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે લેડી ડોન સોનુ ડાંગર અને શિવરાજ વીંછીયાની ટોળકીના શૈલેષ ચાંદુ સામે આ ગુનો નોંધાયો હતો. ગઈકાલે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતેથી અમરેલી એલ.સી.બી.એ આ કુખ્યાત આરોપીને ઝડપી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)