શોધખોળ કરો
Advertisement
મનપાની ચૂંટણી પહેલા રાજકોટમાં ભાજપનાં કેટલા કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવાનો હાર્દિકે કર્યો દાવો?
હાર્દિકે એવો દાવો પણ કર્યો છે કે, ભાજપના વધુ પાંચ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે.
રાજકોટઃ ગુજરાતમાં આગામી સમયમાં મનપાની ચૂંટણી યોજાવાની છે. મનપાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં ભંગાણ થયું છે. તેમજ ભાજપના વોર્ડ નંબર-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા હાર્દિક પટેલની હાજરીમાં આજે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે હાર્દિક પટેલે મનપાની ચૂંટણી પહેલા વધુ 5 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવાનો દાવો કર્યો છે.
હાર્દિક પટેલે દાવો કર્યો છે કે, ઇંદ્રનીલ રાજ્યગુરુની પણ કોંગ્રેસમાં પુનઃ પ્રવેશની વાત ચાલી રહી છે. હાર્દિકે એવો દાવો પણ કર્યો છે કે, ભાજપના વધુ પાંચ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે. રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાજપનાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અપેક્ષિત હતું. કોર્પોરેટર તેમજ તેમના પતિ 2 વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યું હતું. ગત અઠવાડિયે પણ તેમને હવે ક્યારેય ટિકિટ નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. ટિકિટની લાલચે દક્ષાબેન કોંગ્રેસમાં ગયા છે.
આજે રાજકોટમાં હાર્દિક પટેલની હાજરીમાં દક્ષાબેન ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું હતું. અતુલ કમાણી ખેડૂત આગેવાન પણ છે. ABVP અને યુવા ભાજપના 20 જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચાંદનીબેન લીંબાસીયા સામાજિક મહિલા આગેવાન કે જેઓ રાજકોટમાં NGO ચલાવી રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement