(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણાઃ રાજ્યસભાની ચૂંટણી આવતાં જ કોંગ્રેસમાં હડકંપ, ધારાસભ્યોને લેવા માટે બસ પહોંચી, રિસોર્ટ બુક કરાયો
રાજ્યસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને સુરક્ષીત સ્થળે ખસેડવાનો ટ્રેન્ડ બની ગયો હોય એવું લાગે છે.
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી આવે એટલે કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને સુરક્ષીત સ્થળે ખસેડવાનો ટ્રેન્ડ બની ગયો હોય એવું લાગે છે. ગુજરાતમાં થોડા વર્ષ અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ કરેલા પક્ષ પલટાથી કોંગ્રેસ હવે સતર્ક થઈ ગઈ છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણી યોજાય તે અગાઉ કોંગ્રેસ પાર્ટી દરેક પગલે ખુબ જ સાવધાની રાખી રહી છે. હવે કોંગ્રેસે હરિયાણાના ધારાસભ્યો (Haryana Congress MLAs)ને છત્તીસગઢ મોકલવાની તૈયારી કરી લીધી છે. દિલ્હી એરપોર્ટ લઈ જવા માટે ભૂપેન્દ્ર હુડ્ડાના (Bhupinder Singh Hooda) ઘરે બસ લગાવવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રાયપુરથી મેયર એજાઝ ધેબરના નામથી રાયપુરના મેફેયર રિસોર્ટમાં લગભગ 70 રુમ બુક કરવામાં આવી છે.
અત્યાર સુધી જે ધારાસભ્યો ભૂપેન્દ્ર હુડ્ડાના ઘરે પહોંચ્યા છે તેમાં 25 જેટલા ધારાસભ્યો છે. તેમનો કુલ આંકડામાં વધ-ઘટ હોઈ શકે છે. ચિરંજીવ રાવનું કહેવું છે કે, તેમનો કાલે જન્મદિવસ છે તેથી જ્યાં પણ જવાનું થશે તેઓ 1-2 દિવસ પછી જ પહોંચશે. બીજી તરફ શૈલજા જૂથના શમશેર ગોગી પણ હુડ્ડા નિવાસસ્થાને પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, કુલ 5 ધારાસભ્યો ભૂપેન્દ્ર હુડ્ડાના ઘરે નથી આવ્યા.
આ ધારાસભ્યો હુડ્ડાના ઘરે પહોંચ્યાઃ
1. ઈસરાના ધારાસભ્ય બલવીર સિંહ સિંહ
2. કલાનૌર થી શકુંતલા ખટક
3. ધારાસભ્ય જય વીર વાલ્મિકી
4. ધારાસભ્ય નીરજ શર્મા
5. ધારાસભ્ય જગવીર મલિક પહોંચ્યા
6. સુભાષ ગાંગુલી
7. મોહમ્મદ ઇલ્યાસ
8. ઈન્દુ રાજ રીંછ
9. બી એલ સૈની
10. મેવા સિંહ
11. ધરમસિંહ ચોકર
12. રઘુવીર કાદ્યાન
13. ગીતા ભુક્કલ
14. સુરેન્દ્ર પવાર
15. આફતાબ અહેમદ
16. બી બી બત્રા
17. મામન ખાન
18. કુલદીપ વત્સ, બદલી ધારાસભ્ય
19. રાજેન્દ્ર જુન, બહાદુરગઢ ધારાસભ્ય
20. ધારાસભ્ય શેષપાલ સિંહ (શૈલજા જૂથ)
21. રેણુ બાલા (શૈલજા જૂથ)
22. શૈલી ચૌધરી (શૈલજા જૂથ)
23. પ્રદીપ ચૌધરી (શૈલજા જૂથ)
24. શમશેર ગોગી (શૈલજા જૂથ)
25. ભૂપેન્દ્ર હુડ્ડા
જે ધારાસભ્યો નથી આવ્યા -
કુલદીપ બિશ્નોઈ
કિરણ ચૌધરી
ચિરંજીવ રાવ
અમિત સિહાગ
વરુણ ચૌધરી