શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Punjab:દેશમાં ડ્રગ્સ પહોંચાડવાની નાપાક હરકત, ફાજિલ્કા બોર્ડર પરથી 155 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Fazilka Border: એક દિવસ પહેલા જ બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિ જોઈને BSFએ ફાયરિંગ કર્યું હતું. આ પછી પોલીસ પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં મોટી સફળતા મળી છે.

Fazilka Border: એક દિવસ પહેલા જ બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિ જોઈને BSFએ ફાયરિંગ કર્યું હતું. આ પછી પોલીસ પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં મોટી સફળતા મળી છે.

પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સની દાણચોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. પંજાબના ફાઝિલ્કા નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. માદક દ્રવ્યોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતા, ફાઝિલકા પોલીસે 31 કિલો હેરોઈન રિકવર કર્યું છે. હેરોઈનના કન્સાઈનમેન્ટ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે (6 જાન્યુઆરી) ફાઝિલ્કા બોર્ડર પર કેટલાક શંકાસ્પદ શખ્સો નજરે પડ્યાં હતા.

 55 કરોડના હેરોઈન સાથે બેની ધરપકડ

ભારત-પાકિસ્તાન સરહદ પર શંકાસ્પદ મૂવમેન્ટ જોયા બાદ  BSFએ ગોળીબાર કર્યો અને ફાઝિલ્કા પોલીસે વિસ્તારને સીલ કરી દીધો હતો. જ્યારે ગગનકે ગામ તરફથી આવી રહેલી એક કારને પોલીસે અટકાવી વાહનમાં બે પ્લાસ્ટીકની થેલીની તપાસ કરતાં 29 પેકેટમાં 31 કિલો 20 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 155 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. એક વ્યક્તિ ફાઝિલકાના ચક અમીરા ગામનો રહેવાસી છે જ્યારે બીજો જલાલાબાદના મહાલમ ગામનો છે.

ગયા મહિને પણ પ્રયાસ કર્યો હતો

પાકિસ્તાન સરહદેથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે. આ પહેલા ગત વર્ષે 14-15 ડિસેમ્બરની રાત્રે ફાઝિલ્કામાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા માદક દ્રવ્યોનું એક કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. જે જવાનોની તત્પરતાના કારણે પકડાઈ હતી. બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બારીક ગામ નજીક હેરોઈનનું શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. જવાનોને પેકેટમાંથી 2 કિલો 650 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Layoffs in 2023:  શું નોકરિયાત વર્ગ માટે આકરું રહેશે 2023નું વર્ષે ? વર્ષના પ્રથમ 6 દીવાસમાં જ ડિસેમ્બર કરતા બમણા કર્મચારીઓએ ગુમાવી નોકરીઓ

Employees Layoff: વર્ષ 2022 માં, 2021 ની સરખામણીમાં 649% વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. જો આ વર્ષે પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો મોટી સંખ્યામાં લોકો તેમની નોકરી ગુમાવે તેવી પૂરી શક્યતા છે.

Employees Layoff in 2023: આર્થિક મંદીના ભય અને કોવિડ-19ના પુનરાગમનને કારણે વિશ્વભરમાં છટણીનો તબક્કો ચાલુ થઇ ગયો છે. નવા વર્ષના માત્ર 6 દિવસમાં જ ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે, આ વર્ષના પ્રથમ 6 દીવસની સંખ્યા આખા ડિસેમ્બર 2022 કરતા પણ વધુ હતી. જાન્યુઆરીના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં સમગ્ર વિશ્વમાં 30 હજાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જે ડિસેમ્બર મહિનાની સરખામણીમાં બમણી છે. આવી સ્થિતિમાં આવનાર સમય કર્મચારીઓ માટે મુશ્કેલીમાં પસાર થઈ શકે છે.

વૈશ્વિક સ્તરે, વર્ષ 2023 માં, ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને કાઢી મુકવાના સંકેત આપ્યા છે. એમેઝોન પોતાના 18,000 કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા છે. તે જ સમયે, ફેસબુકની માલિકીની કંપની મેટાએ પણ ગયા વર્ષે 11 હજારથી વધુ કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે 2023 માં કઈ કંપનીઓના કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.

લેઓફ ટ્રેકરના ડેટા મુજબ, જાન્યુઆરીના પ્રથમ 6 દિવસમાં 30 કંપનીઓમાંથી કુલ 30,611 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એમેઝોન ઉપરાંત, આ યાદીમાં વિડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મ Vimeo, ટેક જાયન્ટSalesforce, ક્રિપ્ટો એક્સચેન્જ હુઓબી અને અન્ય ઘણી જગ્ગ્યાનો સમાવેશ થાય છે.

વર્ષ 2022માં આ કંપનીઓએ કરી મોટા પ્રમાણમાં છટણી: 

Meta Platforms Inc., Amazon.com, Twitter Inc. અને Snap Inc. સહિતની ઘણી કંપનીઓએ પાછલા વર્ષમાં મોટી સંખ્યામાં તેમના કર્મચારીઓની છટણી કરી છે. કુલ મળીને, આ કંપનીઓએ 2022 માં 97,000 થી વધુ નોકરીઓમાં કાપ મૂક્યો છે, જે 2021 ની તુલનામાં 649% વધુ છે, અને જો આ ચાલુ રહે છે, તો 2023માં આ આંકડો 2022 કરતા વધુ હોઈ શકે છે.

2023માં આ કંપનીઓમાંથી લોકોને છૂટા કરવામાં આવી શકે છે
ટેક જાયન્ટ્સ માઈક્રોસોફ્ટ અને ગૂગલ-પેરેન્ટ આલ્ફાબેટે પણ છટણી સહિતના ખર્ચ ઘટાડવાના પગલાં સૂચવ્યા છે. એમેઝોન 18 હજાર કર્મચારીઓ સહિત 1000 ભારતીય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. બીજી તરફ, Google 10 હજાર કર્મચારીઓ, Xiaomi 15%,  ભારતમાં Pluralsight 400 કર્મચારીઓ અને HP સહિત ઘણી કંપનીઓ આવનારા સમયમાં લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. જોકે કેટલીક કંપનીઓએ છટણી અંગે સત્તાવાર આંકડા આપ્યા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget