રાહુલ ગાંધીને ઝટકો, અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણી મામલે થયેલી અરજીને ઝારખંડ હાઇકોર્ટે ફગાવી
Rahul Gandhi Case: વર્ષ 2018માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Breaking News: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.2018માં અમિત શાહ પર તેમની ટિપ્પણીના મામલામાં તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. MP MLAના સમન્સ સામે HCમાં દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. હવે આ મામલામાં તેની સામે નીચલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ગત સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
રાહુલ ગાંધીએ 2018માં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ અરજી સામે રાહુલ ગાંધીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો
કોંગ્રેસના સાંસદે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાહુલ ગાંધીનું લેખિત સંસ્કરણ 16 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.