Rahul Gandhi News: રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો, માના ઘરમાં થયા શિફ્ટ, વીડિયો આવ્યો સામે
કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે 12 તુગલક રોડનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. તેમનો સામાન 10 જનપથ સ્થિત માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો છે.
નવી દિલ્લી: કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે 12 તુગલક રોડનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. તેમનો સામાન 10 જનપથ સ્થિત માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો છે.
આ બંગલો લગભગ 19 વર્ષ સુધી તેમનું અધિકૃત નિવાસસ્થાન હતું, પરંતુ તેમના સાંસદ પછી તેમને આ બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વાસ્તવમાં 23 માર્ચે સુરત કોર્ટે માનહાનિના કેસમાં તેને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે થોડી જ વારમાં તેને જામીન મળી ગયા. બીજા જ દિવસે રાહુલની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 27 માર્ચે તેમને બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.
નોટિસ મળ્યા બાદ રાહુલે કહ્યું હતું કે સરકારી બંગલા સાથે તેમની ઘણી સારી યાદો જોડાયેલી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને તેમના અથવા સોનિયાના બંગલામાં શિફ્ટ થવાનું સૂચન કર્યું હતું.
#WATCH | Trucks from Congress leader Rahul Gandhi's 12 Tughlak Lane bungalow leave for his mother and UPA chairperson, MP Sonia Gandhi's residence at 10 Janpath.
— ANI (@ANI) April 14, 2023
He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/t4gANaLaRm
Japan News: જાપાનમાં વડાપ્રધાનની સભામાં વિસ્ફોટ, માંડ માંડ બચ્યા ફુમિયો કિશિદા
જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida)ની સભામાં જોરદાર બ્લાસ્ટ થયો છે. જોકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા સામે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ કેસમાં, એક વ્યક્તિની પશ્ચિમ જાપાનના વાકાયામાના બંદર પર અટકાયતમાં લેવામાં આવી છે.
ન્યૂઝ આઉટલેટ BNONE News દ્વારા આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે વાકાયામામાં એકઠા થયેલા મીડિયા પર્સન અને અન્ય લોકો મોટા વિસ્ફોટ થયા બાદ દોડતા જોવા મળે છે. 19-સેકન્ડના ફૂટેજમાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જેમાં કિશિદા હોવાના અહેવાલ છે ત્યાંથી ભાગતા દેખાઈ રહ્યા છે. આ સ્થળે બ્લાસ્ટ બાદ સર્વત્ર ધુમાડો છવાઈ ગયો હતો.
ભાષણ શરૂ કરતા પહેલા જ બ્લાસ્ટ થયો હતો
મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટના સ્થળે તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ અહીં-તહીં દોડવા લાગ્યા હતા. તો બીજી તરફ, ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડા પ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.
પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHK એ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે..