ગુજરાતના આ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન, જિલ્લા કલેક્ટરે કર્યો દાવો
પહેલા કરતા હવે લોકોમાં રસીકરણને લઈને જાગૃતતા આવી છે.
રાજકોટ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન. આ દાવો કર્યો છે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે હવે ગામડાઓમાં વેક્સિન માટેની જાગૃતતા આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 40 ટકા રસીકરણ થયુ છે. તો 25 ગામડાઓ એવા છે. જ્યાં 100 ટકા રસીકરણ થયુ છે. તો બીજા રાજ્યમાં વધેલા કોરોના કેસથી જિલ્લા વહીવટી પ્રશાસન સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટરએ રસીકરણને લઈને નિવેદન આપ્યું હતું. રાજકોટ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેકસીનેશન થયું છે. જિલ્લામાં વેક્શિનેશનને લઈને હવે લોકોમાં જાગૃતતા આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 40 ટકા લોકોનું રસીકરણ થયું છે. પહેલા કરતા હવે લોકોમાં રસીકરણને લઈને જાગૃતતા આવી છે.
બીજા રાજ્યોમાં કેસ વધતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.લોકો માસ્ક પહેરે સોસીયલ ડેસ્ટન્સ જાળવે.જિલ્લા અને શહેરમાં અનેક હોસ્પિટલોમા તૈયારીઓ કરી દીધી છે. ખાનગી અને ઈંડિયન મેડિકલ એસોસિએશન સાથે મીટીંગો કરી છે. હાલમાં વેકસિન અને ત્રીજી લહેરની તૈયારીને લઈને રાજકોટ જિલ્લા કલેકટરએ મીડિયા સાથે વાત કરી હતી.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,187 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી 226 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.