શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ગામમાં 2 કલાકમાં 12 ઈંચ વરસાદથી હાહાકાર, 150 પશું તણાયાં,તમામ ઘરમાં અનાજ પલળી જતાં ખાવાનાં ફાંફાં......

માત્ર બે કલાકમાં ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ભારે વરસાદમાં  150 જેટલાં પશુ તણાઈ ગયાં છે, જેમાંથી 25 પશુના મૃતદેહ મળ્યા છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે અને મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જો કે સૌથી ખરાબ હાલત રાજકોટ જિલ્લાના કાગદડીની થઈ છે. રાજકોટ જિલ્લાનાના મોરબી રોડ પર આવેલા નાનકડા કાગદડી ગામમાં માત્ર 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામનું કોઈ ઘર એવું નથી બચ્યું કે જેમાં ગોઠણસમા પાણી ના ભરાયાં હોય. ગામની અંદર પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં.

માત્ર બે કલાકમાં ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. પ્રાથમિક રીતે મળી રહેલી માહિતી પ્રમાણે આ ભારે વરસાદમાં  150 જેટલાં પશુ તણાઈ ગયાં છે, જેમાંથી 25 પશુના મૃતદેહ મળ્યા છે.  બાકીનાં પશુઓની હજુ સુધી ભાળ નથી. ગામનાં લોકોનું કહેવું છે કે, છેલ્લાં કેટલાંય વરસોમાં આવો ભારે વરસાદ જોયો નથી. આ વરસાદે વૃધ્ધોને મોરબીની મચ્છુ હોનારતની યાદ અપાવી હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયાં હતાં.

કાગદડી ગામના સરપંચ દેવ કોરડિયાએ મીડિયાને માહિતી આપી હતી કે, રવિવારે કાગદડી ગામમાં સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં અંદાજે 12 ઇંચ વરસાદ ખાબકતાં  આશરે 150 જેટલાં પશુ લાપતા છે. અંદાજે 25 વીજળીના થાંભલા  પડી ગયા છે અને  ખેતરોનું ભારે ધોવાણ થયું છે. ગામનો સંપર્ક કપાઈ જતાં ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદ બંધ થતાં વીજળી વિભાગની અને ખેતી વિભાગની ટીમ દોડી આવી હતી અને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. પશુ આરોગ્યની ટીમ પણ સર્વે કરી રહી છે. અંદાજે 100 હેક્ટર જેવી જમીન ધોવાઈ ગઈ છે.

લોકોનાં ઘરોની સામે મૂકેલાં ટ્રેક્ટરો પણ હાલકડોલક થઈ ગયાં હતાં પણ વરસાદ રહી જતાં બચી ગયાં હતાં. લગભઘ તમામ ઘરોમાં ઘરવખરી પલળીને બગડી ગઇ છે. અનાજ પણ પલળી જતાં આખા વર્ષનું અનાજ તથા બીજી ચીજો ફરીથી લેવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Embed widget