શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટ: સેલ્ફી લેવા જતા યુવતી સહિત ચાર યુવકો તળાવમાં ડૂબ્યા, 3ના મોત
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પરશુરામધામ નજીક આવેલા તળાવમાં ડૂબી જતા ત્રણ યુવકોના મોત થયા છે. યુવતીને બચાવી લેવામાં આવી છે.
![રાજકોટ: સેલ્ફી લેવા જતા યુવતી સહિત ચાર યુવકો તળાવમાં ડૂબ્યા, 3ના મોત 3 youth died during selfie near parshuramdham raiya rajkot રાજકોટ: સેલ્ફી લેવા જતા યુવતી સહિત ચાર યુવકો તળાવમાં ડૂબ્યા, 3ના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/10163329/RJT.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પરશુરામધામ નજીક આવેલા તળાવમાં સેલ્ફીના ચક્કરમાં ચાર યુવાનો તળાવમાં ડૂબ્યા છે. તળાવમાં એક યુવતી અને ત્રણ યુવક સેલ્ફી લેવા ગયા હતાં. તળાવમાં ડૂબી જતા ત્રણ યુવકોના મોત થયા છે. યુવતીને બચાવી લેવામાં આવી છે.
તળાવમાં ડૂબી જનારા મૃતકોના નામ અજય સોલંકી,શક્તિ પરમાર અને તરુણ પટેલ છે.
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. બનાવને લઇ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
યુવકોને ડૂબતા જોઈ આધેડ વયના વ્યક્તિએ બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. આ ઘટનામાં યુવતીને બચાવી લેવામાં આવી છે જ્યારે ત્રણ યુવાનોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)