શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર, ઓનલાઈન શિક્ષણના કારણે 13 વર્ષની છોકરીએ કેમ કરી લીધો આપઘાત ?
રાજકોટમાં 13 વર્ષીય છોકરીએ ઓનલાઇન શિક્ષણને કારણે આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે.
રાજકોટઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ઓનલાઇન અભ્યાસ તો શરૂ થઈ ગયો છે, પરંતુ આ બધાની વચ્ચે વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 13 વર્ષીય છોકરીએ ઓનલાઇન શિક્ષણને કારણે આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ધો.૮માં અભ્યાસ કરતી ખુશી રોહિતભાઈ શીંગડિયા નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. કારણ કે તેને ઓનલાઈન અભ્યાસનો કંટાળો આવતો હોવાથી આ પગલું ભર્યું છે. સવારે માતાએ અભ્યાસ કરવાનું કહેતા લાગી આવતા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
મવડી ૪૦ ફૂટ રોડ પર ધરમનગર પાસે ગિરનાર સોસાયટી-૫માં આ ઘટના બની હતી. ગેરેજ ધરાવતાં રોહિતભાઈને સંતાનમાં એક ૯ વર્ષનો પુત્ર અને ૧૨ વર્ષની પુત્રી ખુશી હતી. ખુશી ઘર પાસે આવેલી જયકિશન સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતી હતી. કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બધી સ્કૂલો દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરાવાયો હતો. જોકે, પિતા રોહિતભાઈનાં જણાવ્યા પ્રમાણે તેની પુત્રી ખુશીને ઓનલાઈન અભ્યાસનો કંટાળો આવતો હતો.
સવારે સ્કૂલ તરફથી હોમવર્ક અપાયું હતું. જે પૂરું કરવાનું માતાએ કહેતા ખુશી રૂમમાં જતી રહી હતી અને પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. લાંબા સમય સુધી ખુશી ઘરમાંથી બહાર નહીં આવતાં પરિવારજનોને ચિંતા થવા લાગી હતી. દરવાજો નહીં ખોલતાં પાછળના ભાગેથી જઈ જોતાં ખુશી લટકતી જોવા મળી હતી. આ પછી તેને નીચે ઉતારી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.
પોલીસે પાસેથી મળતી વિગતો પ્રમાણે ખુશીનું ઓનલાઈન અભ્યાસમાં મન લાગતું ન હતું. એટલું જ નહીં, આગલા દિવસે તેને ભાઈ સાથે ઝઘડો થતાં માતાએ ઠપકો આપ્યો હતો. ગઈ કાલે ફરીથી અભ્યાસ બાબતે માતાએ કહેતાં લાગી આવતાં તેમણે આ પગલું ભર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion