શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં વધુ 5 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા, 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં 7 કેસ સામે આવ્યા
રાજકોટમાં પાંચ નવા કેસ આવતા કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 18એ પહોંચી ગઈ છે. ગુજરાતમાં કુલ દર્દીની સંખ્યા 286એ પહોંચી ગઈ છે.
અમદાવાદઃ ગુજરાતના રાજકોટમાં આજે 5 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. બે દિવસ પહેલા જંગલેશ્વરના યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેના સંપર્કમાં આવેલ પરિવારજનોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં 7 કેસ સામે આવ્યા છે. આ પહેલા ગઈકાલે 2 મહિલાઓના કેસ પોઝિટિવ આવ્યા હતા.
રાજકોટમાં મોડી રાત્રે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાતા આ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે પણ જંગલેશ્વર વિસ્તારમાં વધુ સેમ્પલ લેવામાં આવસે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓએ જંગલેશ્વર વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કર્યો છે.
રાજકોટમાં પાંચ નવા કેસ આવતા કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 18એ પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાતમાં કુલ દર્દીની સંખ્યા 286એ પહોંચી ગઈ છે.
આ પહેલા ગઈકાલે સાંજે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વધુ 7 કેસ પોઝિટિવ આવતા વડોદરામાં કુલ કેસનો આંકડો 39 પર પહોંચી હતી. કચ્છમાં પણ વધુ એક કેસ નોંધાતા અહીં કુલ ત્રણ પોઝિટિવ કેસ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement