શોધખોળ કરો
Advertisement
Gondal Chilli: ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક, માંગના અભાવે ભાવમાં મોટો ઘટાડો
ખેડૂતોની રજુઆતનાં પગલે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ છે.
Gondal Market Yard: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઈતિહાસમાં પ્રથમ વખત મરચાની રેકોર્ડ બ્રેક અઢળક આવક થઈ છે. લાલ ચટાકેદાર મરચાની ગગડતી બજાર વચ્ચે માર્કેટ યાર્ડમાં મરચાની 1 લાખ ભારીની આવક છે. યાર્ડમાં મરચાની આવક નોંધાઈ તે પહેલા યાર્ડ બહાર મરચા ભરેલા 2000 વાહનોની 6 થી 7 કી.મી.ની લાઈન જોવા મળી હતી. ખેડૂતોની રજુઆતનાં પગલે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ છે. મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડનું મરચાનું ગ્રાઉન્ડ ટૂકું પડ્યું હતું. શનિવારનાં રોજ હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1000/-થી 4300/-સુધીના બોલાયા હતા. આજથી ત્રણ દિવસની ટ્રક હડતાલને પગલે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ રહેશે. અન્ય રાજ્યોમાં મરચાની માંગ ન જોવા મળતા મરચાના ભાવમાં રૂપિયા 800/-નું ગાબડું પડ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement