સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે ખુશીના સમાચાર, આ ઝુ માં સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો
રાજકોટ: સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો છે. તા.18 મેના રોજ વહેલી સવારના સમયે બે વાઘ બાળ જન્મ થયો હતો.
રાજકોટ: સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો છે. તા.18 મેના રોજ વહેલી સવારના સમયે બે વાઘ બાળ જન્મ થયો હતો. માતા ગાયત્રી દ્વારા બચ્ચાઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. નવા વાઘ બાળના આગમનથી પ્રદ્યુમન પાર્ક ઝુમાં હાજર બધા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાનું પોલીસ પૂછપરછ દરમિયાન મોત, કુંવરજી બાવળિયા સહિતના અગ્રણીઓ મેદાને
સુરેન્દ્રનગરના મૂળીના સડલા ગામે પોલીસ પૂછપરછ દરમિયાન મોતનો મામલો ગરમાયો છે. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાને પોલીસ પૂછપરછમાં લઇ ગઇ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકના પિતા દેવજી બાવળિયાનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આ ઘટના બાદ કોળી સમાજના આગેવાનો સિવીલ હોસ્પિટલે પહોંચ્યા છે. જેમા સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાન કુવરજી બાવળીયા મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા છે.
આ અંગે કુંવરજી ભાઈ બાવળિયાએ કહ્યું કે, ઘરેથી લઈ ગયા છે તો પોલીસ કર્મી સામે અપહરણનો ગુન્હો દાખલ કરવો જોઈએ. મેં રેન્જ આઈ.જી સાથે વાત કરી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા ખાતે 22-4-22ના રોજ હિરલ નામની યુવતી અને અમિત બાવળિયા બન્ને સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ સોસિયલ મીડિયામા બન્નેનો પરિચય થયો. અમિત હિરલને મળવા માટે ખંભાળિયા ગયો. હિરલ દીકરીને મૂકીને અમિત સાથે જતી રહી હતી. બાદમાં પોલીસ ફરિયાદ થઈ હતી. સડલા ગામે હિરલના પતિ દીકરીને લઈને પહોંચ્યા હતા. તો બીજી તરફ અમિતના પિતાને પોલીસે આઅંગે જાણ કરી હતી. તો અમીતના મિત્રએ પોલીસને જણાવ્યું કે, બન્ને લિવ ઇનમાં રહે છે.
તો બીજી તરફ અમિતના પિતાના મોત અંગે મીડિયા સાથે વાત કરતા ડી.વાય.એસ.પી દોશીએ કહ્યું કે, દેવજીભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. પોલીસ કહ્યું કે, એટેક આવ્યો હતો. જો કે પરિવારજનો પોલીસની આ વાત માનવા તૈયાર નથી અને દેવજીભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે. હાલમાં 40 જેટલા લોકો ધરણા પર બેઠા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા પીએમ રુમ આગળ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.