શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદની ફાયર વિભાગની ટીમ રાજકોટ પહોંચી, ખાનગી હોસ્પિટલોમાં તપાસ શરૂ
સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોમાં લાગતી આગની ઘટનાને લઈને ટકોર બાદ પ્રસાશન હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારના આદેશ પર અમદાવાદની ફાયર વિભાગની ટીમે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે.
રાજકોટ: સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોમાં લાગતી આગની ઘટનાને લઈને ટકોર બાદ પ્રસાશન હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારના આદેશ પર અમદાવાદની ફાયર વિભાગની ટીમે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસરે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ કોવિડ હોસ્પિટલની અંદર તપાસ શરૂ કરી છે. જેમાં રાજકોટની ફાયરવિભાગની ટીમ ફાયર સેફટીને લઈને તપાસ માં જોડાઈ છે. તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને ઓડિટ કરી ક્ષતિઓનો રિપોર્ટ સરકારને મોકલશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગગ લાગી હતી. આ ભીષણ આગમાં 6 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે એકની હાલત અતિ ગંભીર હતી જેનું બાદમાં મોત થયું હતું. હોસ્પિટલમાં ઓટોમેટિક સ્પ્રિંકલ સિસ્ટમની વ્યવસ્થા પણ ન હતી. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં નહોતી આવી. જોકે, ફાયર બ્રિગેડે 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તરફથી માત્ર ફાયરને જાણ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion