Rajkot: રાજકોટમાં નોંધાયો કોલેરાનો વધુ એક કેસ, દોઢ વર્ષનું બાળક કોલેરા પોઝિટિવ
રાજકોટ શહેરમાં કોલેરાનો કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે. રાજકોટના લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. દોઢ વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં કોલેરાનો કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે. રાજકોટના લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. દોઢ વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે. બાળક કોલેરા સંક્રમિત થતા આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે. એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો હતો. મનપા દ્વારા સર્વેલન્સ ચાલુ કરાયું હતું. 448 ઘરમાં તપાસ કરાઈ હતી. આ વિસ્તારમાં 6 લોકોને ઝાડા ઊલટીના કેસ સામે આવતા સેમ્પલ લેવામાં આવ્યા હતા.
1700 થી વધુ લોકોના સર્વે અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી
તપાસ દરમિયાન એક સેમ્પલ કોલેરા સંક્રમિત મળી આવ્યું હતું. મનપા દ્વારા 1700 થી વધુ લોકોના સર્વે અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. દરરોજ કલોરીન 40 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1500 જેટલા લોકોનું આરોગ્ય ચેકીંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે યોગ્ય સાફ સફાઈ નથી કરવામાં આવતી. આરોગ્ય વિભાગે કહ્યું, અહીં સાફ-સફાઈ દરરોજ થાય છે. લોહાનગરની અલગ-અલગ શેરીઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
મચ્છર જન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રોગચાળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મચ્છર જન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોલેરા, ટાઈફોઈડ, મેલેરિયા મરડો સહિતના કેસ નોંધાઈ રહ્યા છે.
એક અઠવાડિયમાં કુલ 1856 કેસ નોંધાયા છે
રાજકોટ મનપાના એપેડમિક રિપોર્ટમાં છેલ્લા એક અઠવાડિયમાં કુલ 1856 કેસ નોંધાયા છે. જેમાં મેલેરિયા, શરદી ઉધરસ, તાવ, ઝાડા ઉલ્ટી, ટાઈફોડના કેસ સામેલ છે. જ્યારે બીજી તરફ રાજકોટના ખાનગી તબીબોના મતે મનપાએ જાહેર કરેલા આંકડાની તુલનામાં શહેરમાં કેસની સંખ્યા ઘણી વધારે છે.
રાજકોટ મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉ ગોંડલ રોડ પર લોહાનગર વિસ્તારમાં રેલવે ઝુપડપટ્ટી વિસ્તારમાં 6 વર્ષના બાળકનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાળકની તબિયત હાલ સુધારા પર છે. એ જ વિસ્તારમાં વધુ છ શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં દોઢ વર્ષનુ બાળક કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તો તેની સારવાર ચાલી રહી છે. બાળકીની તબિયત સુધારા પર છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial