રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિણમૂક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995 બેન્ચના IPS અધિકારી છે. IPS રાજુ ભાર્ગવ ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ પર હતા.
રાજકોટ: રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિણમૂક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995 બેન્ચના IPS અધિકારી છે. IPS રાજુ ભાર્ગવ ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ પર હતા.
IPS રાજુ ભાર્ગવ ગુજરાત કેડરના 1995 બેંચના એડિશનલ ડીજી રેન્કના IPS અધિકારી છે. IPS રાજુ ભાર્ગવ ગુજરાતમાંથી જ્યારે કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા ત્યારે DIG રેન્કના અધિકારી હતાં. IPS રાજુ ભાર્ગવ ગુજરાતના મહત્વના જિલ્લા જેવા કે પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.
રાજકોટમાં તોડકાંડની ફરિયાદ અને કમિશનર રહેલા મનોજ અગ્રવાલની બદલી થયા બાદ રાજકોટમાં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનરથી કામગીરી કરવામાં આવી રહી હતી.
રાજકોટમાં બે મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહમદ કાર્યરત છે ત્યારે શહેરના ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે આટલા સમય સુધી કાયમી પોલીસ કમિશનર ન હોય. બીજી બાજુ રાજકોટમાં પોલીસ કમિશનરની નિમણૂક કરવા માટે તાજેતરમાં જ રાજકોટના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા આ મહિનાના અંતમાં સેવાનિવૃત્ત થઈ રહ્યા છે એટલા માટે તેમના સ્થાને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રાજ્યના પોલીસવડા બને તેવી શક્યતા છે. જો કે સરકાર આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવાના મૂડમાં હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી હોવાને લીધે જો તેમને ડીજી તરીકે જાળવી રાખવામાં આવશે તો અમદાવાદ સિવાય અન્ય શહેરોના કમિશનરોને બદલાવવામાં આવશે.
રાજકોટના નવા પોલીસ પોલીસ કમિશનર તરીકે નિરજા ગોતરું, રાજકુમાર પાંડિયન, રાજુ ભાર્ગવ, અનિલ પ્રથમ અને સુભાષ ત્રિવેદીનું નામ ચર્ચામાં હતું. એવામાં આજે રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવના નામની જાહેરાત કરવામાં આવી છે.