BAPS: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, આગામી વર્ષથી શરૂ કરશે BAPSનો કોર્ષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્ષ શરૂ કરશે. જેમાં સ્વામિનારાયણ સપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો અપાશે.
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર, એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓની વિવાદસ્પદ ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્ષ શરૂ કરશે. જેમાં સ્વામિનારાયણ સપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો અપાશે. વિદ્યાર્થીકાળથી યુવાનોમાં સ્કિલના નામે ધર્મ શીખવવામાં આવશે અને સિલેબસના એક પુસ્તકની કિંમત 220 રૂપિયા છે. યુનિવર્સિટીના રજીસ્ટારે પરિપત્ર બહાર પાડ્યો છે. બીએપીએસ સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે. તે સૌથી પહેલા કોલેજના પ્રોફેસરોને શીખવવામાં આવશે અને બાદમાં પ્રોફેસર વિદ્યાર્થીઓને શીખવશે.
આ સાથે કેટલાક પ્રવચનો ઓનલાઈન માધ્યમથી સંસ્થા આપશે. હાલ પ્રોફેસર માટે વર્કશોપ શરૂ કરી દેવાયા છે અને પછી વિદ્યાર્થીઓ પુસ્તકની ખરીદી કરી લે એટલે તેમને પણ શીખવવામાં આવશે.
Lumpy Virus Cases: લમ્પી વાયરસથી દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનાં મોત, ગુજરાત સહિત 16 રાજ્યમાં ફેલાઈ બીમારી
Lumpy Virus: લમ્પી વાયરસે દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો ભોગ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસના ચેપના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, હવે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે આ રોગ 16 રાજ્યોમાં દસ્તક આપી રહ્યો છે. લમ્પી વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પશુઓના શબને દફનાવવાની જગ્યા ઓછી પડી રહી છે.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રોગનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવા માટે દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા અધિકારીઓ રાજ્યના અધિકારીઓ સાથે પરામર્શ કરી રહ્યા છે. તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીના ઉત્પાદનને વધારવાના પ્રયાસો અંગે તેના ઉત્પાદક સાથે વાતચીત કરવામાં આવી છે. રૂપાલાએ કહ્યું કે તેઓ રાજસ્થાનની સ્થિતિ જાણવા ત્યાં પણ ગયા હતા અને રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ દૂધ સંકટ પર આ વાત કહી
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાંથી સૌથી વધુ દૂધનો સંગ્રહ થાય છે. ત્યાં લમ્પી વાયરસ લગભગ શાંત સ્થિતિમાં આવી ગયો છે. તેમણે કહ્યું કે તેમણે અમૂલ સાથે વાત કરી, જ્યાંથી જવાબ મળ્યો કે તેમના દૂધના સંગ્રહ પર કોઈ સંકટ નથી.