શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્રના લોકમેળાને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
ગુજરાત સરકાર ઓફિશિયલી પણ ગમે ત્યારે જાહેરાત કરશે. લોક મેળો રદ્દ થશે તો 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ માસનો લોકમેળો નહીં યોજાય.
રાજકોટઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. જોકે, સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે અને ગુજરાતમાં અત્યારે ધંધા-રોજગાર શરૂ થઈ ગયા છે. તેમજ મંદિરો પણ ભક્તો માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટીમાં લોકમેળાનું ખૂબ જ મહત્વ છે. તેમજ આ લોકમેળામાં લાખો લોકો આવતાં હોય છે, ત્યારે આ લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોકમેળા ન યોજવા નિર્ણય લેવાયો છે. કોરોનાના કહેર વચ્ચે લોકમેળા ન યોજવા નિર્ણય લેવાશે. સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે, ગુજરાત સરકાર ઓફિશિયલી પણ ગમે ત્યારે જાહેરાત કરશે. લોક મેળો રદ્દ થશે તો 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ માસનો લોકમેળો નહીં યોજાય. સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં 100થી વધુ મેળાઓ યોજાય છે. રાજકોટના લોકમેળામાં 10 લાખ લોકો મેળાનો લાભ લે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion