સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
નગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે.

પંચમહાલ : નગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ચૂંટણી પહેલા જ આ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 બેઠકોમાંથી 20 બેઠકો બિન હરીફ થઈ જતા ભાજપે ચૂંટણી પહેલા જ હાલોલ પાલિકા કબજે કરી છે. હાલોલ નગરપાલિકાના અલગ-અલગ વોર્ડમાં થઈને કુલ 20 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણ બિન હરીફ થયા હતા.
હાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. નવ વોર્ડમાં 72 ફોર્મ ભરાયા હતા. જે પૈકી પાંચ ફોર્મ અમાન્ય થયા. જ્યારે 67 ફોર્મ માન્ય રખાયા. 13 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ થયા છે.
જૂનાગઢમાં 10 ઉમેદવાર બિનહરીફ
જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાન પહેલા ભાજપે 10 બેઠકો મેળવી છે. 60 બેઠકવાળી મનપામાં ભાજપના 10 ઉમેદવાર બન્યા બિનહરીફ. ભાજપના ઉમેદવારને કોંગ્રેસ અને આપના ઉમેદવારે સમર્થન આપ્યું છે.
ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો
મહીસાગર જિલ્લાની બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.
વોર્ડ નંબર ત્રણમાં બે કોંગ્રેસના અને એક અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
ગઈકાલે પણ બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં અન્ય ઉમેદવારોના ફોર્મ નામંજૂર થતા ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાલાસિનોર નગરપાલિકાના સાત વોર્ડમાંથી બે વોર્ડની આઠ બેઠકો ઉપર ભાજપના સભ્યો બિનહરીફ જાહેર કરાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું





















