Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોત
Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોત
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે મૂર્તિ વિસર્જન વેળાએ 2 પરપ્રાંતિય યુવકોના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા છે. સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં સ્થાપન કરેલ માતા સરસ્વતીની મૂર્તિનું વિસર્જન કરવા જતા બની ઘટના. વાજતે ગાજતે ચેકડેમમાં મૂર્તિનું વિસર્જન કરવા જતા 2 યુવકો ઉંડા પાણીમાં ડૂબી જતા મોત. મૃતક યુવકોમાં અમનકુમાર ગૌતમ રાય ઉ.વ.23 અને કુમાર ગૌરવ સુભાષ માલાહર ઉ.વ.20 બિહારના હોવાની વિગતો. ઘટનામાં સરસ્વતી માતાજીની મૂર્તિ વિસર્જનનો વિડીયો થયો પણ વાયરલ. મૃતકોના મૃતદેહોને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે પાણીમાંથી બહાર કાઢી પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માતની ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી. ગઈકાલે બની હતી ઘટના. જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.




















