શોધખોળ કરો
રાજકોટઃ ટ્રકની અડફેટે બાઇક પર જઈ રહેલા બે કોલેજીયન યુવકોના મોત, પરિવારમાં માતમ
ટ્રકની અડફેટે બંને યુવકોના ઘટનાસ્થળે મોત. અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર.

રાજકોટઃ તરઘડી પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બન્ને વિદ્યાર્થીઓ શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ઝાલા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે અડફેટે લેતા બંને રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. મૃતક યુવકો ગારડી કોલેજમાં અભ્યાસ કરે છે. એક યુવક મોટા વાગુડળ ગામમાં રહે છે, જ્યારે એક યુવક ત્યાંનો ભાણેજ છે. યુવકોના મોતથી બન્નેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ





















