શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો તણાઈ, આ ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈ તમે પણ ડરી જશો
ભારે વરસાદને કારણે રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસે નીકળી નદીમાં એક બોલેરો તણાઈ છે. જેમાં ત્રણ વ્યક્તિ સવાર હતા.
રાજકોટ: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છેય જોકે ભારે વરસાદને કારણે અચાનક નદીઓ બે કાંઠે વહેતી થતાં સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધસમસતા પાણીમાંથી એક બોલેરો પસાર થઈ રહી હતી જોકે પાણીના પ્રવાહના કારણે અધવચ્ચે જ અટકી ગઈ હતી જેના કારણે તેમાં બેસેલા લોકો ફસાઈ ગયા હતાં. આ દ્રશ્યો રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસેના છે.
બોલેરો ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ હતી જેના કારણે બોલેરામાં બેઠેલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા જોકે તે લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા હતાં. જે દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો પણ ડરી ગયા હતાં.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસે નીકળી નદીમાં એક બોલેરો તણાઈ છે. જેમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. સ્થાનિક લોકો દોડી આવી બે વ્યક્તિને બચાવી લીધા અને એક વ્યક્તિ બોલેરો સાથે તણાતા ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના લાપાસરી પુલ પર બોલેરો તણાયો હતો. બોલેરો તણાઈના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતાં. ધસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ હતી. આ દ્રશ્યોને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ટ્રક વચ્ચે રાખીને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion