શોધખોળ કરો

Gujarat Election 2022: જાણો રાહુલ ગાંધીએ રાજકોટમાં મોરબી દુર્ઘટના અંગે શું આપ્યું નિવેદન

Gujarat Assembly Election 2022: મહુવામાં સભા સંબોધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ રાજકોટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી રાજકોટ ખાતે સભાને સંબોધી રહ્યા છે. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.

Gujarat Assembly Election 2022: મહુવામાં સભા સંબોધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ રાજકોટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી રાજકોટ ખાતે સબાને સંબોધી રહ્યા છે. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે જનસભા ચાલી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી લોકોને સભા સ્થળે પહોચાડવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ રાજકોટમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મને દુખ છે કે, આ યાત્રા ગુજરાતમાંથી પસાર નથી થઈ રહી. રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મને જ્યારે મોરબી દુર્ઘટના વિશે મીડિયા દ્વારા પુછવામાં આવ્યું ત્યારે મે કહ્યું કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી. પરંતુ જે લોકો આ દુર્ઘટના વિશે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી ન થવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે જીએસટી અને નોટબંધીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, સ્ટેજ પર કોંગ્રેસના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની વિધાનસભાના ઉમેદવારો હાજર છે. સભા સ્થળ પર બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સ્ટેજ પર હાજર રહેલા હોદ્દેદારો અને સભા સ્થળે આવેલા લોકોએ મૌન પાળ્યું હતું. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના મામલે મૌન પાળવામાં આવ્યું હતું.

આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર માટે આજે ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મહુવામાં જનસભા સંબોધતા કહ્યું, ભારત જોડો યાત્રાને જનતા ખૂબ જ આર્શીવાદ આપી રહી છે. ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું આ પ્રેમ અને લાગણીની યાત્રા છે. હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું.  સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે. સભામાં રાહુલ ગાંધીનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. બાદમાં તેઓ બેસી ગયા હતા.  રાહુલ ગાંધીએ કહ્યું,  અનંત પટેલ લોકોના અધિકાર માટે લડી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી ભારત જોડો યાત્રામાં જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.  જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી.  આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે

રાહુલ ગાંધીએ કહ્યું આદિવાસી સમાજ સાથે મારા પરિવારને સંબંધ ખૂબ જ જૂનો છે.  હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget