શોધખોળ કરો
રાજકોટમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ વિજબીલ અને ખાનગી શાળાઓની ફી માફી મુદ્દે કર્યા ધરણા
રાજકોટના નીલ સીટી કલબ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા કર્યા હતા. 'બોલશે ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા કર્યા હતા.

રાજકોટ: રાજકોટના નીલ સીટી કલબ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા કર્યા હતા. 'બોલશે ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા કર્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્યઓ વિજબીલ માફી અને ખાનગી શાળાઓની ફી માફી સહિતના મુદ્દે ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્ય લલિત વસોયા, ધારાસભ્ય લલિત કગથરા સહિત સૌરાષ્ટ્રના 23 ધારાસભ્યો જોડાયા હતા. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે લોકો પાસે રૂપિયા નથી આવા સમયે સરકારે ફી માફી આપવી જોઈએ જેથી વાલીઓને રાહત થાય. કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વાલીઓ પાસે ફી ભરવાના રૂપિયા નથી આવા સમયે સરકારે તેમને મદદ કરવી જોઈએ.
વધુ વાંચો





















