(Source: ECI/ABP News/ABP Majha)
જૂનાગઢના વંથલીમાં ભારે વરસાદથી પાકને નુકસાન, ઘેડ વિસ્તારના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા
વીઘા દીઠ 15 હજારના નુકસાનનો ખેડૂતોનો દાવો, ઘેડમાં પાણી ભરાવાને લઈ કાયમી નિરાકરણની માગ કરી છે.
જૂનાગઢના વંથલી તાલુકામાં ભારે વરસાદ વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ટીનમસ ગામના ખેતરોમાં કપાસનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગઈ કાલ સાંજે વરસાદે વિરામ લીધો હોવા છત્તા હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. એક સાથે વધુ વરસાદ પડવાને લઈ ખેડૂતો મુશ્કેલીમા મૂકાયા છે. ખેડૂતોએ કહ્યું કે, હાલ આ વરસાદથી પ્રતિ વીઘા દીઠ 15 હજારથી વધુની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઘેડ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. છતા પ્રશાસન કે સ્થાનિકો નેતા આ મુદ્દે કોઈ કાયમી નિરાકરણ નથી લાવ્યા. જો કે ટીનમસ ગામમાં કુલ 4 હજારની વસ્તી છે. જેમાં મહદ અંશે ખેતી સાથે લોકો જોડાયેલા છે.
બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા નર્મદા નદીના પાણીથી કરજણના ખેતરો બેટમાં ફેરવાયા છે. કરજણ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના 11 ગામોના ખેડૂતો ચિંતમાં છે. મોટીકોરલ, પરા, લીલીપુરા, આલમપુરા જેવા ગામોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જો કે હાલમ તો પાણી ઓસર્યા છે. પરંતુ પાકને નુક્સાન જતા ખેડૂતોએ સર્વે કરી સહાયની માગ કરી છે.
કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. પરંતુ અમુક સ્થળે અવિરત ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને નુક્સાન થયું છે. રતનાલ ગામના ખેડૂતોના તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. સાથે જ કપાસના પાકને પણ નુક્સાન થયું છે. રાપર તાલુકામાં ખેતરમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જતાં કપાસના પાકને નુકસાનની શક્યતા છે. રવેચી ગામે ભારે વરસાદથી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો ચિંતામા છે.
સપ્ટેમ્બરમાં દેશના ઘણા રાજ્યોમાં ફરી શરુ થઈ આકાશી આફત. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ફરીથી સક્રિય થયેલા મોનસુનને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી સર્જાયેલી આપદાથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સાથે જ રેલવે સેવા પર પ્રભાવિત થઈ છે. જો કે હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનમાં આજથી વરસાદનું જોર ઘટશે. જો કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.