saurashtra: સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ચાર પગનો આતંક, લોકોમાં ભયનો માહોલ
સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સિંહ અને દીપડો સહિતના વન્ય પ્રાણી રહેણાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં એક સિંહણ અને ત્રણ સિંહ બાળ વાડી વિસ્તારમાં દેખાયા છે.
ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સિંહ અને દીપડો સહિતના વન્ય પ્રાણી રહેણાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં એક સિંહણ અને ત્રણ સિંહ બાળ વાડી વિસ્તારમાં દેખાયા છે. કુંડમાંથી પાણી પીતા સિંહ પરિવારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ પ્રકારના દ્રશ્યો સિંહપ્રેમીઓને આકર્ષિત કર્યા છે. સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થયો છે. .આ તરફ અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહ રોડ ક્રોસ કરતા વાહનો થંભી ગયા હતા. વનરાજને જોવામાં લોકો ઉભા રહી ગયા હતા. સિંહના અકસ્માતે મોતની ઘટનાઓ અનેક વાર બની ચુકી છે. જેને લઈ સિંહ પ્રેમીઓએ અનેક વાર સવાલ ઉઠાવ્યા છે.
પોરબંદરના ચિગરિયા ગામે સિંહ લટાર જોવા મળી છે. વાડી વિસ્તારમાં સિંહ જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ છે. બીજી તરફ દરિયા કિનારા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સિંહના ધામા હોવાનું સ્થાનિકોનું માનવું છે. તરફ ભાવનગરના સિહોરમાં વધુ એક વાર દીપડો જોવા મળ્યો છે. સિહોરનાં શહેરી વિસ્તારમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ છે. ગેલોર્ડ રેસ્ટોરન્ટના પરિસરમાં દીપડો ઘૂસ્યો છે. જેને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે. હાલ તો દીપડાને પાંજરે પુરવા વન વિભાગે કામગીરી શરુ કરી છે. છેલ્લા એક સપ્તાહથી દીપડો સિહોરના આસપાસના વિસ્તારમાં જોવા મળતો હોવાનો સ્થાનિકોનો દાવો છે.
મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ
રબીમાં સગીરાને ખોટું નામ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવકે અશોક નામ આપી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે. જેને લઈ યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીના ટુકડા કરીને ફેંકી દીધા
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી." પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.