શોધખોળ કરો

કોરોના કેન્સર-ન્યુમોનિયા કરતાં પણ કેમ ખતરનાક ? રાજકોટમાં કોરોનાના મૃતકોના પોસ્ટ મોર્ટમમાં શું થયો ધડાકો ?

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી કરવામાં આવી છે. કોરોનાના મૃતકોના પોસ્ટ મોર્ટમાં મોટો ધડાકો થયો છે.

રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે રાજકોટમાં કોરોનાના મૃતકોની ઓટોપ્સી કરવા મંજૂરી આપવામાં આવી છે. જેને પગલે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી કરવામાં આવી છે. કોરોનાના મૃતકોના પોસ્ટ મોર્ટમાં મોટો ધડાકો થયો છે. પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે કે, કોવિડ દર્દીના ફેફસા પથ્થર બની જાય છે. ટીબીમાં ફેફસાનો ઉપરનો ભાગ પથ્થર બનતો હોય છે. જ્યારે નિમોનિયામાં નીચેનો ભાગ પથ્થર બની જતો હોય છે. જોકે, કોરોનામાં ફેફસાંનો આખો ભાગ પથ્થર બની જાય છે. ફેફસામાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. મૃતદેહમાંથી ફેફસા બહાર કાઢતા ફેફસા પથ્થર હોય લાગતું હોય છે. ફોરેન્સિક મેડિસિન વિભાગના ડીન ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં. જોકે, એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેને કારણે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે. જોકે, એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે. જો કે ઓટોપ્સીથી નક્કર નિષ્કર્ષ પર આવવા માટે  સિવિલમાં આશરે ૨૦ શબોનું પરીક્ષણ કરાશે અને તેના સેમ્પલ લઈને સંશોધન બાદ તારણો બહાર પડાશે. તબીબોએ જણાવ્યું કે આ રિસર્ચથી કોરોનાના દર્દીને બચાવવા કેવી સારવાર આપવી તે અંગે અમે ઉપયોગી તારણો આપી શકીશું તેવી આશા છે. આજ સુધીમાં ૬ મૃતદેહોની ઓટોપ્સી થઈ છે.
કોરોના સામેની લડાઈની આડઅસર અને ટિશ્યુ રિપેર કરવા માટેની પ્રતિક્રિયાને કારણે ફેફસાંની ઝીણી નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે. આ પ્રવાહી નળીઓમાં જામી જતાં ફેફસાં સ્થિતિસ્થાપક રહેતાં નથી અને કઠણ બનતાં જાય છે જેને ફાઈબ્રોસિસ કહે છે. ફેફસાં કઠણ થઈ જતા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઓક્સિજન મળતો નથી. ફાઈબ્રોસિસ બધા રોગમાં અલગ અલગ રીતે થતું હોય છે કોરોનામાં ફાઈબ્રોસિસનું સાચું કારણ અને કઈ રીતે ફેલાય છે એની સાઈકલ રિસર્ચ બાદ બહાર આવશે. ફેફસાંના પાંચ ખંડ હોય છે, જેમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધુ હોય છે. ટી. બી.ના દર્દીઓમાં ફેફસાંના ઉપરના ભાગમાં ફાઈબ્રોસિસ થાય છે, જ્યારે ન્યુમોનિયામાં ફેફસાંના નીચેના ભાગમાં ફાઈબ્રોસિસ હોય છે, પણ કોરોનાના દર્દીઓમાં પાંચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Gujarat Leopard Attack: જેતપુરમાં દીપડાનો આતંક, ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર કર્યો જીવલેણ હુમલો
Gujarat Leopard Attack: જેતપુરમાં દીપડાનો આતંક, ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર કર્યો જીવલેણ હુમલો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો

વિડિઓઝ

Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
વરસાદ બનશે રાજસ્થાન રોયલ્સ માટે આશીર્વાદ! મેચ રમ્યા વિના જ RR પહોંચી જશે પોઈન્ટ ટેબલમાં ટોચ પર, સમજો આખું ગણિત
ગુવાહાટીમાં વરસાદ લાવશે ‘જેકપોટ’! જો RR vs MI મેચ રદ થઈ, તો રાજસ્થાન રમ્યા વગર બનશે નંબર-1
Embed widget