શોધખોળ કરો

રાજકોટના ગોંડલમાં દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, વાસવડી નદીમાં આવ્યું ઘોડાપૂર

ઉપરાંત ગોંડલની સાથે કોટડા સાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

રાજકોટઃ રાજકોટના ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલના ગ્રામ્ય પંથકમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરના અંડરબ્રિજમાં કેડસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે ગોંડલની વાસવડી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.

ઉપરાંત ગોંડલની સાથે કોટડા સાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગોંડલના વાસાવડમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ડુંગર ગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક સુકવો નદીમાં પૂર આવ્યા હતા.

બોટાદ જિલ્લાના બરવાળા,રાણપુર,ગઢડા બોટાદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અંદાજે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. મહિલા કોલેજ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. મહુવાના મોટા ખૂટવાડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડાઓમા પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મહુવાની સ્થાનિક માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના પાણી મોટા ખૂટવાડા ગામના રોડ પર ફરી વળ્યા હતા.

બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોધરાના બીએમ ચેમ્બર, શહેરા, ભાગોડા, અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેડાના નડિયાદ, વસો , મહુધા , ડાકોર , ગળતેશ્વર , ઠાસરા , મહેમદાવાદ , કઠલાલમાં વરસાદ નોંધાયો હતો. વસો અને નડિયાદ શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નડિયાદના વૈશાલી ગરનાળુ, માઇ મંદિર ગરનાળામાં પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....

હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?

IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Embed widget