શોધખોળ કરો

Rajkot:  નોકરીની લાલચ આપી ડૉક્ટર યુવતી સાથે 23 લાખથી વધુની છેતરપિંડી

રાજકોટમાં નોકરીની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડીની ઘટના બની છે. મૂળ બગસરાના હાર્દિક નામના શખ્શે ઈન્સ્ટાગ્રામ પર ડૉ. રાજીવ મહેતા નામનું બોગસ ID બનાવ્યું હતું.

રાજકોટ:  રાજકોટમાં નોકરીની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડીની ઘટના બની છે. મૂળ બગસરાના હાર્દિક નામના શખ્શે ઈન્સ્ટાગ્રામ પર ડૉ. રાજીવ મહેતા નામનું બોગસ ID બનાવ્યું હતું.  આરોપીએ એક યુવતી સાથે મિત્રતા કરી હતી. યુવતીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ યુવતી પાસેથી 23 લાખ, 35 હજાર રૂપિયા પણ પડાવ્યા.  જો કે, યુવતીને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

બગસરાના હાર્દિકે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું કહી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને 23.35 લાખ રૂપિયા મેળવી લીધા હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી હાર્દિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરની એક લેડી ડોકટર સાથે બગસરાના ગઠીયાએ ઇન્‍સ્‍ટાગ્રામ મારફત ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી પોતે હાર્ટ સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર છે તેવી ખોટી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી બાદમાં તેણીને સરકારી નોકરી અપાવવાની તેમજ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે અને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને તેમજ છેલ્લે રાજકોટમાં પોતે 400 બેડની હાર્ટ હોસ્‍પિટલ શરૂ કરી રહ્યો છે તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી ધીમે ધીમે મળીને કુલ રૂ. 23.35 લાખ મેળવી ઠગાઇ કરતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિકની ધરપકડ કરી. પોલીસ તપાસમાં આરોપી હકિકતે ડોક્‍ટર નહિ પણ ભાડાની દુકાનમાં મોબાઇલ શોપ લે વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હોવાનું ખુલ્‍યું હતું.

છેતરપિંડનો ભોગ બનનાર યુવતીએ જણાવ્‍યું હતું કે હું તબિબ છું અને હાલમાં નોકરી કરતી નથી. સોશિયલ મિડીયા ઇન્‍સ્‍ટાગ્રામમાં મારું એકાઉન્‍ટ છે.  મારા ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર  રિક્‍વેસ્‍ટ આવી હતી. જે મેં સ્‍વીકારી હતી. એ પછી તેની સાથે વાતચીત શરૂ થઇ હતી. જે તે વખતે તેણે પોતાની ઓળખ ડો. રાજીવ મહેતા તરીકે આપી હતી. વાતચીત આગળ વધતાં એકબીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી. તે વખતે રાજીવે પોતે હાર્ટસર્જન છે અને સુરતમાં પોતાની હોસ્‍પિટલ છે તેમજ હોસ્‍પિટલનું નામ મહેતા હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટ છે તેવું કહ્યું હતું. 

ભોગ બનનાર યુવતીએ વધુમાં કહ્યું હતું કે ડો. રાજીવે મને કહેલું કે તમારે સરકારી નોકરી જોઇતી હોય તો મારા ફઇનો દિકરો રાહુલ ગાંધીનગર સરકારી અધિકારી છે તેના મારફત તમને સરકારી ડોક્‍ટર તરીકે નોકરી અપાવીશ. પંરતુ  તમારે રૂ. 2.35 લાખ ભરવા પડશે.  આ વાતમાં મને વિશ્વાસ બેસતાં અને તેણે મને નોકરી અપાવી જ દેશે તેવું વચન આપતાં મેં  આ રકમ આપી હતી. એ પછી થોડા દિવસ બાદ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોઇ તેમાં માર્ક ઓછા પડતાં હોઇ મેં ડો. રાજીવ મહેતાને વાત કરતાં તેણે કહેલું કે પારૂલમાં પણ મારા ઓળખીતા મેડમ છે જે તારું એડમિશન કરાવી આપશે. પરંતુ આ માટે મેનેજમેન્‍ટ ફી તમારે ભરવી પડશે અને એ ફીની રકમ 9,75,000 જેવી થાય છે. મેં એડમિશન માટે રાજીવને કટકે કટકે ગૂગલ પેથી તથા બેંક એકાઉન્‍ટમાં રકમ મોકલી હતી. બાદમાં મેં મારા સબંધીને ડો. રાજીવ અંગે વાત કરી હતી અને તેણે મારા ભાઇ સાથે વાત કરી હતી. ડો. રાજીવે ત્‍યારે કહેલુ કે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની જગ્‍યા ખાલી છે તેમાં તમારે જોબ મેળવવી હોય તો મારા ફઇનો દિકરો ગાંધીનગર સરકારી અધિકારી છે તે તમને રાજકોટ સિવિલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેશે તેમ કહી તેના માટે રૂ. 2 લાખ ભરવા પડશે તેમ કહેતા મારા ભાઇએ ગૂગલ પેથી તથા બેંક એકાઉન્‍ટ મારફત ડો. રાજીવને આ રકમ મોકલી દીધી હતી.

યુવતીએ કહ્યું તેણે મને કહ્યું હતું કે,  રાજકોટમાં એરપોર્ટ રોડ પર 400 બેડની મહેતા હાર્ટ હોસ્‍પિટલ ચાલુ કરવાનો છું, તેમાં તમારે ભાગીદારીમાં રહેવું હોય તો મને જણાવો. જેથી મેં ઘરે વાત કરતાં મને ના પાડવામાં આવી હતી. પણ મારા ભાઇને વાત કરતાં તેણે ડો. રાજીવ સાથે વાત કરતાં તેણે વચન-વિશ્વાસ આપતાં અમે રૂ. 7.95 લાખ ભાગીદારી પેટે ડો. રાજીવ મહેતા તરીકે પોતાને ઓળખાવનારને આપી દીધા હતાં. આ ઉપરાંત બીજા 1,15,000 પણ કટકે કટકે મેં તેને આપ્‍યા હતાં. આમ કુલ રૂ. 23.35 લાખ ડો. રાજીવ મહેતાને મેં આપ્‍યા હતાં. પરંતુ બાદમાં ખબર પડી હતી કે આ કોઇ ડોક્‍ટર નથી અને બગસરામાં રહેતો હાર્દિક નામનો 37 વર્ષનો શખ્‍સ છે. તેણે મારી સાથે ખોટા નામે ઇન્‍સ્‍ટાગ્રામ પર સંપર્ક કરી મિત્રતા વધારી નોકરી, એડમિશન અને રાજકોટની સિવિલમાં નિમણુંક અપાવવા ઉપરાંત રાજકોટમાં શરૂ થનારી હોસ્‍પિટલમાં ભાગીદારીના બહાને કટકે કટકે લાખો રૂપિયા લઇ લીધા હોઇ મેં સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Embed widget