શોધખોળ કરો

Gamezone Fire: સમગ્ર રાજકોટ શોકમગ્ન બન્યું, વેપારીઓ આજે બજારો બંધ રાખીને મૃતકોને અર્પિત કરશે શ્રદ્ધાંજલિ

Rajkot Gamezone Fire: રાજકોટમાં ગયા શનિવારે સાંજે શહેરમાં આવેલી પૉપ્યૂલર ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગી હતી, આ ઘટનામાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો

Rajkot Gamezone Fire: રાજકોટમાં ગયા શનિવારે સાંજે શહેરમાં આવેલી પૉપ્યૂલર ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગી હતી, આ ઘટનામાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, પોલીસે આ મામલે 6 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. હવે આ મામલે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. આટલા મોટા અગ્નિકાંડને લઇને સમગ્ર રાજકોટ શોકમગ્ન બન્યુ છે. આજે રાજકોટના વિવિધ વેપારી મંડળો અને માર્કેટમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, રાજ્ય સરકાર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાની ઘટનાને લઇને આગળની વધુ કડીઓ શોધવામાં આવી રહી છે, અને રિપોર્ટ પર રિપોર્ટ સોંપાઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, 27 લોકોના જીવનો ભોગ લેનારા અગ્નિકાંડ પર સમગ્ર રાજકોટ શોકમગ્ન બન્યુ છે. આજે રાજકોટવાસીઓ અને વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે. ગેમ ઝૉન અગ્નિકાંડને લઈ આજે શહેરના વિવિધ બજારો બંધ બંધ રહેશે. આજે રાજકોટના મુખ્ય પૌરાણિક બજારો બંધ રહેશે, જેમાં ગુંદાવાડી અને ધર્મેન્દ્રસિંહ માર્કેટ જેવા બજારો પણ સામેલ થશે. આ ઉપરાંત પરા બજાર સહિતના બજારો બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે. વેપારી સંગઠનો બજારો બંધ રાખીને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. 

રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનામાં પ્રધાનમંત્રીએ સહાયની કરી જાહેરાત, મૃતકનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા મળશે

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતાં. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.

પ્રધાનમંત્રીએ સહાયની કરી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ઘટનામાં જીવ ગુમાવનાર ને 2 લાખ રૂપિયાની સહાય કરવાની કરી જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇજગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત

આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.

TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું.  અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget